Aapnu Gujarat
રાષ્ટ્રીય

INS શિવાજીના 12 નવા નૌસેના તાલીમાર્થીઓ કોરોનાની ઝપેટ માં

ભારતીય નૌકાદળની પ્રમુખ તાલીમ સંસ્થા માંથી એક લોનાવાલાના આઈએનએસ શિવાજીના ઓછામાં ઓછા 12 તાલીમાર્થીઓ કોરોના વાયરસ થી સંક્રમિત થયા છે. નૌકા મથકે મંગળવારે જાહેર કરેલા એક નિવેદન માં જણાવાયું છે કે આ કોવિડ -19 નો પહેલો કેસ છે.જે અહીં 18 જૂનના રોજ સામે આવ્યો હતો અને આ ચેપગ્રસ્ત કેડેટ આ મહિનામાં લોકડાઉનમાં મળેલ છૂટછાટ બાદ અહીં પરત આવેલા 157 તાલીમાર્થીઓનો એક ભાગ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જૂનના પહેલા અઠવાડિયામાં પાછા ફર્યા બાદ તેઓને એક આઇસોલેશન વોર્ડમાં 14 દિવસ રાખવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમાં થી એકમાં ચેપના લક્ષણો જોવા મળ્યાં હતાં અને 18 જૂને ચેપ ની પુષ્ટિ થઈ હતી. “આ બાદ, આઇસોલેશન વોર્ડમાં તેમની સાથે સંપર્કમાં રહેલા લોકોની તપાસ કરવામાં આવી. આ 157 તાલીમાર્થીઓમાંથી, 12 લોકો ને ચેપ લાગ્યો હતો, તેમાં કહેવામાં આવ્યું છે કે ચેપ ફક્ત આઇસોલેશન વોર્ડ સુધી મર્યાદિત હોવાથી, તે પ્રતિસ્થાન ના અન્ય ભાગોમાં અથવા લોકોમાં આ ફેલાય તેવી સંભાવના નથી, જોકે તેનો ફેલાવો અટકાવવા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

Related posts

सेवा प्रदाताओं को कॉल ड्रॉप पर ट्राई द्वारा निर्धारित सीमा का ध्यान रखना चाहिए : प्रसाद

aapnugujarat

स्मार्ट सिटीज के कमजोर आंकड़े पर राहुल की मोदी भक्तों से अपील

aapnugujarat

केन्द्र ने ई-वे बिल को कुछ महीनो टालने का दिया प्रस्ताव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1