Aapnu Gujarat
બિઝનેસ

મુકેશ અંબાણીની રિલાયન્સ કંપની સાઉદી અરામકો સાથેના સોદાને આખરી ઓપ આપવા જઇ રહી છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મંગળવારે કહ્યું હતું કે તે સાઉદી અરામકો સાથે થયેલા 15 અબજ ડોલરના સોદાની વિગતવાર રૂપરેખા તૈયાર કરવા જઈ રહયાછે. જો કે, કંપનીએ સોદો પૂર્ણ કરવા માટે ની કોઈ સમયમર્યાદા આપી નથી.ભારત ના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ગયા વર્ષે પેટ્રોલિયમ તેલથી લઈને પેટ્રોકેમિકલ્સ બનાવવા સુધીના બિઝનેસમાં 20 ટકા ભાગીદારી વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકારને વેચવાની ઘોષણા કરી હતી. આમાં ગુજરાતના જામનગરમાં સ્થિત કંપનીની બે રિફાઈનરીઓ અને પેટ્રો કેમિકલ સંપત્તિ નો સમાવેશ થાય છે. આ સોદો 2020 માર્ચ સુધીમાં પૂર્ણ થવાનો હતો પરંતુ હવે વિલંબ થયો છે. અંબાણીએ કંપનીના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે, રિલાયન્સ સાઉદી અરામકો ની સાથે ભાગીદારી માટેના માળખા પર કામ કરી રહી છે. જો કે, આ સોદો પૂર્ણ કરવા માટે કોઈ સમયમર્યાદા નકકી કરાઇ નથી. તેમણે કહ્યું કે આરામકો સાથે ભાગીદારી કરવાથી ક્રૂડ ઓઇલની બાબતમાં જામનગર રિફાઇનરીઓનો વ્યાપ વધશે. ઉપરાંત, તેલમાંથી રસાયણો બનાવવાના કિસ્સામાં, કાચા માલની સલામતી વધશે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે તેણે ભારતમાં વાહન અને વિમાન બળતણ વ્યવસાય માટે યુકેના બીપી પીએલસી સાથે 51:49 ની સંયુક્ત ઉદ્યોગ એકમની રચના કરી છે.

Related posts

ટેક્સ રિટર્ન ફાઇલ કરવા પર ૧૫ દિવસની અંદર મળશે રિફન્ડ

aapnugujarat

सेंसेक्स 40654 के स्तर पर बंद

aapnugujarat

PNB Fraud case : Nirav custody extended until September 19

aapnugujarat

Leave a Comment

UA-96247877-1