Aapnu Gujarat
રમતગમત

લસીથ મલિંગાએ બોલને કિસ કરવાની ટેવ સુધારવી જોઈએ : સચિન

સચિન તેંડુલકરે કહ્યું છે કે કોરોનાવાયરસ ની મહામારી માં ક્રિકેટ ફરી શરૂ થયા પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ના નિયમોને પગલે લસિથ મલિંગાને તેની બોલિંગની સ્ટાઈલ માં થોડો ફેરફાર કરવો પડશે.યોર્કર મેન તરીકે જાણીતા, મલિંગા બોલિંગ કરતા પહેલા દર વખતે તેને કિસ કરે છે. સચિને હવે તેની ટેવ માં સુધાર કરવાની વાત કરી છે. સચિને ટ્વિટર પર મલિંગાનો ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટામાં મલિંગા બોલિંગની શરૂઆત કરતી વખતે બોલને કિસ કરતા જોવા મળી રહ્યા છે. સચિને આ ફોટો સાથેની કેપ્શનમાં લખ્યું છે કે, “એક ખેલાડીએ પણ આઇસીસીના નિયમોને અનુસરીને તેની રન-અપ રૂટીન ને બદલવી જોઇએ”. ભારતીય દિગ્ગજ બેટ્સમેને આ ફોટામાં મલિંગા ને પણ ટેગ કર્યો છે અને તેમને પૂછ્યું છે કે તે તેના વિશે તે શું વિચારે છે. આઇસીસીએ બોલને ચમકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

Related posts

नंबर-1 बनना मेरा लक्ष्य नहीं है : नडाल

aapnugujarat

ડીકોક ઇજાના લીધે વનડે શ્રેણીમાંથી બહાર

aapnugujarat

ओलिंपिक २०२० में भी स्वर्णिम लय में उतरेंगी हिमा दास : कोच

aapnugujarat

Leave a Comment

UA-96247877-1