Aapnu Gujarat
ગુજરાત

મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તે માટે મોબાઇલ પશુ દવાખાનાનું લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું. ૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની આ સુવિધા અંતર્ગત ટોલ ફ્રી નંબર ૧૯૬૨ ડાયલ કરવાથી વિના મૂલ્યે ગામમાં બેઠા પશુ સારવાર મળી રહેશે. માનવ સારવાર માટે જેમ ૧૦૮ સુવિધા છે તે પ્રકારની આ સુવિધા પશુધનની સારવાર માટે ઉપલબ્ધ બની છે. આવનારા દિવસોમાં રાજ્યમાં આવા ૪૬૦ જેટલા મોબાઇલ પશુ દવાખાના કાર્યરત કરીને ૪૬૦૦થી વધુ ગામોના પશુપાલકોને તેમના પશુઓની ઘેરબેઠા આરોગ્ય સંભાળ આપવામાં આવશે.
(તસવીર / અહેવાલ :- પ્રવિણ વેગડા, ગાંધીનગર)

Related posts

हराने में कमी नहीं रखी, अब कहते है अहमदभाई के साथ संबंध है : शंकरसिंह वाघेला

aapnugujarat

નર્મદા જિલ્લામાં રાસાયણિક ખાતરની વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ ખાતર કંપનીના વિક્રેતાઓ સાથે યોજેલી સમીક્ષા બેઠક

aapnugujarat

શહેરનાં મુખ્ય બ્રિજ નીચેની જગ્યા બગીચા તરીકે વિકસાવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1