Aapnu Gujarat
રાષ્ટ્રીય

પટણામાં વરસાદથી હાલત કફોડી

બિહાર ના પાટનગર પટણામાં વરસાદના લિધે ઘણા વિસ્તારોમાં ખુબ જ દયનીય પરિસ્થિતિ સર્જાઇ હતી.તો આ જ સમયે, મુખ્યમંત્રી નીતીશ કુમાર વધુ વરસાદવાળા વિસ્તારોમા વરસાદી પાણી ના નિકાલ માટે રસ્તા પર આવ્યા હતા. મુખ્યમંત્રી સતત પટણાના તમામ મોટા સમ્પ ગૃહો અને ગટર નુ નિરીક્ષણ કરી રહ્યા હતા. નીતીશકુમાર પહેલા પાટલીપુત્ર કોમ્પલેક્ષ પછી યોગીપુર સંપ હાઉસ, પહાડી ડ્રેનેજ, બાદશાહી પીન, બસ ટર્મિનલ, બૈરીયા, ગાંધી સેતુ વિસ્તાર નુ નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી સૌ પ્રથમ પટનાના પાટલીપુત્ર કોમ્પલેક્ષ પહોંચ્યા, જ્યાં તેમણે ઇન્દોર સ્ટેડિયમ ખાતેની કોવિડ કેર હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું.તમને જણાવી દઇએ કે ચોમાસાના પ્રથમ વરસાદથી બિહાર સરકારના દાવાઓ પર પાણી ફરી વળ્યુ છે. ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવા ની સ્થિતિ પેદા થઇ હતી. રાજેન્દ્ર નગરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી એકઠા થયા છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Related posts

100 days time to new AP govt to work for state : Pawan Kalyan

aapnugujarat

ન ઘરના, ન ઘાટના રહ્યાં શોટગન… પત્ની પણ ભૂંડી રીતે હારી

aapnugujarat

ઈવીએમના મુદ્દા પરથી ધ્યાન દૂર કરવા માટે સહારનપૂરમાં કરાવવામાં આવ્યું તોફાન : માયાવતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1