Aapnu Gujarat
બિઝનેસ

ફિચ રેટિંગ્સે ભારતનું આઉટલૂક સ્ટેબલથી ઘટાડીને નેગેટિવ કર્યું

ફિચ રેટિંગ્સે ગુરુવારે ભારતનું આઉટલૂક અગાઉના ‘સ્ટેબલ’થી ઘટાડીને ‘નેગેટિવ’ કર્યું છે. ફિચે જણાવ્યું છે કે, પ્રવર્તમાન કોરોના વાયરસ મહામારીને પગલે ચાલુ વર્ષે ભારતની વૃદ્ધિની આશા નબળી પડી છે અને ઊંચા જાહેર દેવાને લીધે સંલગ્ન પડકારો પણ ઉભા થયા છે.
તાજેતરમાં જ રેટિંગ એજન્સી મૂડી’ઝે ભારતનું સોવરિન રેટિંગ એક ક્રમ ઘટાડીને બીએએ૨ કર્યું હતું. મૂડી’ઝે ૨૨ વર્ષમાં સૌપ્રથમ વખત ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું હતું અને ત્યારબાદ હવે ફિચ રેટિંગ્સે પણ ભારતનું આઉટલૂક નેગેટિવ કર્યું છે.
ફિચે ભારતનું લાંબા ગાળાનું ફોરેન કરન્સી ડિફોલ્ટ રેટિંગ આઉટલૂક સ્ટેબલથી ઘટાડીને નેગેટિવ ‘બીબીબી-’ કર્યું છે. આ રેટિંગ સૌથી તળિયાનું છે અને તે જંક રેટિંગથી એક ડગલું ઉપર છે. ફિચના અંદાજ મુજબ કોરોનાને પગલે ભારતમાં ૨૫ માર્ચથી લાગુ કરાયેલા લોકડાઉનને પગલે ચાલુ વર્ષે ભારતા વૃદ્ધિ દરમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે. જો કે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં વૃદ્ધિ દર ૯.૫ ટકાને સ્પર્શવાનો આશઆવાદ પણ વ્યક્ત કરાયો છે.રેટિંગ એજન્સીના મતે નીચા પાયાની અસરને પગલે આગામી નાણાં વર્ષમાં વૃદ્ધિ દરમાં ઉછાળો નોંધાશે.
ચાલુ વર્ષે કોરોના વાયરસ મહામારીને લીધે જાહેર દેવામાં વધારો થવાથી વૃદ્ધિ પ્રભાવિત થઈ હોવાનું ફિચે જણાવ્યું હતું.

Related posts

અદાણીને ટેલિકોમ સેવાના ઉપયોગ માટે યુનિફાઇડ લાઇસન્સ મળ્યું

aapnugujarat

सेंसेक्‍स 353 अंकों की बढ़त के साथ बंद

aapnugujarat

વ્યાજ દરમાં ઘટાડો કરાય તેવી સંભાવના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1