Aapnu Gujarat
શિક્ષણ

ધો. ૧૨ સામાન્ય પ્રવાહ : શિયોલની શાસ્ત્રી વિદ્યાલયનું ૧૦૦ ટકા પરિણામ

માર્ચ-૨૦૨૦માં લેવાયેલ ધો.૧૨ સામાન્ય પ્રવાહનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવેલ છે જેમાં બોર્ડનું પરિણામ ૭૬.૨૭ ટકા અને છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ૭૨.૮૧ ટકા આવેલ છે. પાવીજેતપુર તાલુકાના શિથોલ ગામે વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી શાસ્ત્રી વિદ્યાલય ૧૦૦ ટકા પરિણામ સાથે જિલ્લામાં મોખરે રહેવા બદલ સંસ્થાના પ્રમુખ મોહનસિંહ રાઠવા તથા ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ રાઠવાએ અથાગ પરિશ્રમ કરી સફળતા મેળવેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથે શાળાના સુકાની શાહિદ શેખ તથા સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવી આવી જ રીતે દર વર્ષે વિદ્યાર્થીઓ પરિણામ લાવે તે પ્રમાણેનું આયોજન કરી શિક્ષણ કાર્ય થશે જ તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
(અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

છોટાઉદેપુરની સી.એન.બક્ષી સાર્વજનિક સ્કૂલનાં વિદ્યાર્થીઓ અલગ – અલગ સ્પર્ધામાં વિજેતા થયા

aapnugujarat

મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં ૩૦૦૦ તાલીમાર્થીઓની ભરતી કરાશે

aapnugujarat

નાસાના વૈજ્ઞાનિક દ્વારા ભારતીય એરોનોટિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે યોજાયો વેબીનાર

editor

Leave a Comment

UA-96247877-1