Aapnu Gujarat
શિક્ષણ

મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં ૩૦૦૦ તાલીમાર્થીઓની ભરતી કરાશે

રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો આશય શાળા છોડી ગયેલા ઉમેદવારો / ITI, ડીપ્લોમા/ડીગ્રી પાસ ઉમેદવારોના ખાનગી કે જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક /સેવાકીય એકમો ખાતે બેઝિક તેમજ ઓન જોબ ટ્રેનીંગ સુવિધાનો મહત્તમ લાભ આપીને તેમને કૌશલ્ય કુશળ બનાવવા સાથે પ્રાયોગિક તાલીમ આપી ઉદ્યોગ/સેવાકીય એકમો માટે કુશળ માનવબળ ઊભું કરવાનો છે.  મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં ૩૦૦૦ તાલીમાર્થીઓની ઔદ્યોગિક ગૃહો  તેમજ સેવાક્ષેત્રમાં ભરતી કરવામાં આવશે એમ કલેકટરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું છે. પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ તાલીમાર્થીઓની ભરતી અંગેના આયોજન અંગે યોજાયેલ બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે આ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં એક લાખ તાલીમાર્થીઓને કુશળ તાલીમ આપવામાં આવનાર છે. પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ ૩૦૦૦ તાલીમાર્થીઓને વિવિધ ઔદ્યોગિક ગૃહો/સેવાકીય સંસ્થાઓમાં ઓન જોબ ટ્રેનીંગ આપી ઉદ્યોગ તેમજ સેવાકીય ક્ષેત્રોમાં જરૂરી કુશળ માનવબળ પુરૂ પાડવામાં આવશે. એપ્રેન્ટીસ ભરતી માટે જિલ્લામાં નોકરીદાતાઓના સહયોગથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં એપ્રેન્ટીસ ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવી રહયું છે એવી જાણકારી આપતા કલેકટરશ્રીએ જણાવ્યું કે, એપ્રેન્ટીસશીપ માટેની તાલીમ વિનામૂલ્યે આપવા સાથે નિયમોનુસાર સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. કોઇપણ ઉમેદવાર એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઇચ્છતા હોય તેઓએ નજીકની ITI  અથવા જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાથી ઉદ્યોગ ગૃહો/સેવા ક્ષેત્રોને જરૂરી કુશળ માનવસંપદા મળવા સાથે રોજગારીની તકોનું પણ સર્જન થશે. આ બેઠકમાં  જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર, રોજગાર અધિકારી  સહિત અધિકારીઓ હાજર રહયા હતા.

Related posts

ખાનગી સંચાલકોનું અલ્ટિમેટમ, ‘બે દિવસમાં પરમિશન ન આપે તો શાળા શરૂ કરી દઈશું’

editor

દિયોદરના ભેંસાણા ગામની રખમા ચૌધરીએ ક્લાસ-૨ પરીક્ષા પાસ કરી

aapnugujarat

1 फरवरी से खुलेंगे 9वीं और 11वीं कक्षा के स्कूल

editor

Leave a Comment

UA-96247877-1