Aapnu Gujarat
Uncategorized

લીંબડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હરપાલસિંહ કોરોના પોઝિટવ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ગેડી ગામમાં કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે ગેડી ગામના કોરોના પોઝિટિવ હરપાલસિંહ વજુભા રાણા લીબંડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે, તેઓ લીંબડી નેશનલ હાઈવે પર આવેલી ભવાની હોટલ પર બેસતાં કોઈ વ્યક્તિથી સંક્રમિત થયા હોય એવું જાણવા મળ્યું છે, નાના ગામમાં કોરોના પોઝિટિવ કેસ આવતા અફડાતફડી મચી જવા પામી હતી. સ્થળ પર મામલતદાર,આરોગ્ય અધિકારીની ટીમ તથા પોલીસ પહોંચી ગઈ હતી. હાલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા લીંબડીમાં ૧૦ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૬ પાર થઈ હતી. હાલ હરપાલસિંહના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને કોરોનટાઇન કરવામાં આવેલ છે, લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવેલ છે તેમજ સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો છે.
(તસવીર / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

સોમનાથ ખાતે રન ફોર યુનિટીને લીલીઝંડી આપી

aapnugujarat

ઘોઘા તાલુકા પંચાયતના આધુનિક ભવનનું ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી રૂપાણી

editor

અનુસૂચિત જાતિ અને અનુ.જન જાતિના ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્ષની તાલીમની અરજીઓ મંગાવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1