Aapnu Gujarat
બિઝનેસ

સેન્સેક્સમાં ૨૪૨.૫૨ પોઈન્ટનો ઉછાળો

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી ૯૯૦૦ ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે ૩૩૭૮૦.૮૯ પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ ૯,૯૯૬.૦૫ સુધી પહોંચ્યો તો સેન્સેક્સ ૩૩,૮૫૬.૨૭ સુધી પહોંચ્યો હતો.સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ ૦.૯૬ ટકા વધીને ૧૨,૬૦૦.૧૫ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ ૦.૧૩ ટકાની મજબૂતીની સાથે ૧૧,૮૪૫.૨૭ પર બંધ થયા છે.અંતમાં બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૪૨.૫૨ અંક એટલે કે ૦.૭૨ ટકાની મજબૂતીની સાથે ૩૩૭૮૦.૮૯ ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના ૫૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૭૦.૯૦ અંક એટલે કે ૦.૭૨ ટકાની વધારાની સાથે ૯૯૭૨.૯૦ ના સ્તર પર બંધ થયા છે.આજે બેન્કિંગ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ફાર્મા, આઈટી, ફાઈનાન્સ સર્વિસ, એફએમસીજી, ઑટો અને મેટલ શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૦.૬૩ ટકાના વધારાની સાથે ૨૦૬૫૪.૫૫ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટીના શેરોમાં ઘટાડો જોવાને મળ્યો.આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં એમએન્ડએમ, ભારતી ઈન્ફ્રાટેલ, શ્રી સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, હિરો મોટોકૉર્પ અને રિલાયન્સ ૩.૩૨-૭.૫૭ ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં ઝિએન્ટરટેનમેન્ટ, ઓએનજીસી, ટેક મહિન્દ્રા, પાવર ગ્રિડ, વિપ્રો અને કોલઈન્ડિયા ૨.૧૮-૪.૪૬ ટકા સુધી ઘટીને બંધ થયા છે.મિડકેપ શેરોમાં એસકોટ્‌ર્સ, આદિત્ય બિરલા ફેશન, ચોલામંડલમ, પ્રેસ્ટીજ એસ્ટેટ અને ગ્લેનમાર્ક ૭.૧૦-૫.૨૫ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં એન્ડ્યોરન્સ ટેકનૉલોજી, એઆઈએ એન્જિનયરિંગ, ચોલામંડલમ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને એચઈજી ૪.૭૮-૩.૬૬ ટકા સુધી ઘટીને બંધ થયા છે.સ્મૉલકેપ શેરોમાં ઓરિએન્ટ બેલ, જીપીટી ઈન્ફ્રા, જેટીઈકેટી ઈન્ડિયા, એશિયન ગ્રેનિટો અને ગુજરાત અપોલો ૨૦-૧૦.૩૩ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ભારતીય ઈન્ટર, કેએસબી પંપ્સ, શંકરા બિલ્ડિંગ્સ, બટરફ્લાય અને એશિયન ઑયલફિલ્ડ ૬.૨૩-૫.૦૮ ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

Related posts

વિમાની ભાડામાં ૧૫ દિનમાં ૧૭ ટકાનો થયેલ વધારો

aapnugujarat

ભારતમાં એટીએમની સંખ્યામાં ઘટાડો : રિપોર્ટ

aapnugujarat

એચડીએફસી દેશના ૧૦૦૦ શહેરોમાં ઝિપડ્રાઈવ ઈન્સ્ટન્ટ ઓટો લોન્સ રજૂ કરશે

editor

Leave a Comment

UA-96247877-1