Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

એચ વન બી વીઝા પર પ્રતિબંધ મુકાય તેવી શક્યતા

અમેરિકામાં કોવિડ-૧૯ની મહામારીમાં વધતી બેરોજગારી વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોકરી માટે આપવામાં આવતા કેટલાય વીઝા પ્રોગ્રામ્સ પર પ્રતિબંધ મુકવાનો વિચાર કરી રહ્યા છે. જેમાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સ દ્વારા સૌથી વધારે અપ્લાય કરવામાં આવતા એચ વન બી વીઝા પણ સામેલ છે. એક રિપોર્ટ અનુસાર વીઝા પ્રોગ્રામ પર પ્રતિબંધ લગાવવાનો આ પ્રસ્તાવ ૧ ઑક્ટોબરથી શરૂ થનાર સરકારના નવા નાણાંકીય વર્ષથી લાગુ કરવામાં આવી શકે છે, આ દરમિયાન નવા વીઝા જાહેર કરવામાં આવે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ’આ નવા નિર્ણયથી દેશમાં બહારથી આવનાર એચ વન બી વીઝાધારકો પર પ્રતિબંધ લગાવવામાં આવશે. જો કે. હાલ આ પ્રોગ્રામ હેઠળ પહેલાથી જ અમેરિકામાં નોકરી કરતા લોકો પર અસર થવાની કોઇ શક્યતાઓ નથી.’ જો કે, વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે આ મામલે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી અને વહીવટીતંત્ર બીજા કેટલાય પાસાઓ પર વિચાર કરી રહ્યું છે.વ્હાઇટ હાઉસના પ્રવક્તા હોગન ગિડલીએ કહ્યુ, હાલ વહીવટીતંત્ર કરિયર નિષ્ણાંત સાથે વાતચીત કરીને કેટલાય વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે જેથી અમેરિકન વર્કર્સ અને નોકરી શોધતા લોકોના હિતોનું રક્ષણ કરી શકાય. જો કે, હજુ સુધી કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.અમેરિકાએ એચ વન બી પ્રોગ્રામ માટે સૌથી વધારે ભારતીય ટેક પ્રોફેશનલ્સ અપ્લાય કરે છે. ટ્રમ્પ વહીવટીતંત્રના આ નિર્ણયથી અમેરિકામાં નોકરીની આશા રાખતા હજારો ભારતીઓને નિરાશા હાથ લાગશે. પહેલાથી જ મોટી સંખ્યામાં અમેરિકામાં આ પ્રોગ્રામ હેઠળ કામ કરતા કેટલાય ભારતીયોની નોકરી કોરોના વાયરસની મહામારીને કારણે છૂટી ગઇ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એચ વન બી વીઝા ઉપરાંત સીઝન વર્ક અનુસાર ઓછા સમયગાળા માટે આપવામાં આવતા એચ-૨બી વીઝા, કેમ્પ કાઉન્સલર્સ જેવા કામ માટે આપવામાં આવતા જે-૧ અને કંપની ઇન્ટરનેશનલ ટ્રાન્સફર માટે આપવામાં આવતા એલ-૧ વીઝા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.

Related posts

‘डीपफेक वीडियो’ को रोकने के लिए जल्द उठाए जाएंगे कदम : जुकरबर्ग

aapnugujarat

ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં સામેલ થતાં ભડ્યાં પુતિન

aapnugujarat

अमेरिकी युद्धपोत ने ईरान का ड्रोन नष्ट किया : ट्रंप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1