Aapnu Gujarat
Uncategorized

વેરાવળ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ઉકાળાનું વિતરણ

કોરોના જેવી વૈશ્વિક મહામારીના કારણે ઘણાં લોકોના મૃત્યુ થયા છે અને ઘણાં સાજા પણ થયા છે માટે આ મહામારીથી બચવા અને સ્વયંને સુરક્ષિત રાખવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન દ્વાર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર વેરાવળ નગર અને ગીર સોમનાથ જિલ્લા આર્યુવેદ વિભાગના સંયુક્ત ઉપક્રમે આર્યુવેદીક ઉકાળા વિતરણનો કાર્યક્રમ તારીખ ૦૨/૦૬/૨૦૨૦ થી ૧૫/૦૬/૨૦૨૦ના રોજ સુધી આયોજન કરેલું છે જેમાં આર્ય સમાજ કોમ્યુનિટી હોલ, ટાવર ચોક, રેયોન કંપની ગેટ સામે,ભીડીયા કેવટ ભુવન, પ્રભાસપાટણ આ રીતે કુલ ૬ સ્થાન પર સતત ત્રણ દિવસ સવારે ૬ વાગ્યા થી ૭ઃ૩૦ સુધી તથા સાંજે ૫ઃ૩૦ વાગ્યા થી ૭ઃ૩૦ વાગ્યે એમ બંને વખત લોકો માટે ઉકાળાનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના આયુર્વેદ અધિકારી ડૉ. વિજય ગોહિલ, યુવા બોર્ડ જિલ્લા સહ વાલી સંજય ડોડીયા, જિલ્લા સંયોજક પાર્થ જેઠવા, વેરાવળ નગર પાલિકા પ્રમુખ મંજુલા સૂયાણી, વેરાવળ શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા, જયેશ પંડયા, ભીડીયા કાઉન્સિલર પરેશ કોટિયા અને મુકેશ ડાલકી, પ્રભાસપાટણ કાઉન્સિલર રાજુ ગઢિયા, વૉર્ડ નંબર ૧ ના કાઉન્સિલર રમેશ ભટ્ટ આયુર્વેદ મેડિકલ ઓફિસર ડૉ.નીલમબેન વાળા,હોમિયોપેથીક મેડિકલ ઓફિસર ડો.જ્યોતિબેન જમતાની, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ના નગર સંયોજક કૌશલ વાઘેલા તથા કિશન પરમાર , તાલુકા સંયોજક મિતેન ગજ્જર અને મુકેશ વાજા અને અન્ય સેવાભાવી માણસોની ઉપસ્થિત અને સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો છે.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શહિદ સ્મારકની અનાવરણ વિધિ

editor

हार्ट अटैक की वजह से ‘काबिल’ एक्टर नरेन्द्र झा का निधन हुआ

aapnugujarat

જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઈ હીરપરાનું અકસ્માતમાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1