Aapnu Gujarat
ગુજરાત

દિયોદર હાઈવે પર દારૂ ભરેલી ગાડી ઝડપાઈ

બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસને વધુ એક સફળતા મળી છે. એલસીબી પી.આઈ. હાર્દિકસિંહ પરમારની સૂચના મુજબ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમી મળેલ કે રાજેસ્થાનથી ડીસા રાધનપુર હાઇવે પર વિદેશી દારૂ ભરેલી ગાડી પસાર થવાની છે. બાતમી ના આધારે ભીલડીના મુડેઠા પાટિયા પાસે એલસીબી પોલીસના હેડ. કોન્સ્ટેબલ મિલનદાસ ,દિનેશભાઇ કોન્સ્ટેબલ, ઓખાભાઈ કોન્સેટેબલ, શંકરભાઇ કોન્સ્ટેબલ વગેરે સ્ટાફ નાકાબંધી કરી ઉભા હતા ત્યારે ડીસા તરફથી આવતી ગાડી માર્શલ નંબર જીજે-૧૮એસી-૦૧૬૬ગાડી ચાલકને રોકવાની કોશિશ કરતા ગાડી ચાલકે પોલીસ ને જોઈ ગાડી ભગાડી મૂકી હતી. એલસીબી પોલીસે ગાડીનો પીછો કરતા દિયોદર શિહોરી હાઇવે વિસ્તાર પર ગાડી રોકાવી અંદર તપાસ કરતા ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની ૧૪૪૫ બોટલ કુલ કિંમત ૧,૮૪,૯૨૦ રૂપિયાના દારૂ સાથે (૧) ભરત સોગા રબારી રહે દાતવાડા રાજસ્થાન (૨) છગનજી કાનજી રબારી રહે નાગોલડી રાજેસ્થાનને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
(હેવાલ :- રઘુ નાઈ, દિયોદર)

Related posts

दक्षिण गुजरात और सौराष्ट्र में भारी बारिशः वापी में १५ इंच

aapnugujarat

ચેઇન સ્નેચરોને બેફામ : લાચાર પોલીસ કંઇ પણ કરી શકતી નથી

aapnugujarat

दक्षिणापथ विद्यालय की होस्टल में तीन विद्यार्थिनी को करंट लगा : एक की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1