Aapnu Gujarat
ગુજરાત

શિહોરી બસ સ્ટેન્ડ સુવિધાથી વંચિત

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બસસ્ટેન્ડ વર્ષો જૂનું છે ત્યાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ત્યારે જર્જરિત બની રહેલું આ બસસ્ટેન્ડ હવે બાઇકો માટેનું અણધણિયાતું પાર્કિંગ બની ગયું છે અને મુસાફરોને ફરજિયાત રોડ ઉપરજ ઉભા રહેવાનો વારો આવ્યો હોય મુસાફર આલમમાં રોષ વ્યાપ્યો છે.
શિહોરી ખાતે તમામ સરકારી કચેરીઓ આવેલી છે. વેપાર વાણિજ્યનો વિકાસ થયો હોય મોટી સંખ્યામાં ગ્રામીણ જનતા ખરીદી અને સરકારી કામે આવતી હોય છે. શિહોરીથી પાટણ દિયોદર અને રાધનપુર કચ્છ – ભુજ તરફ જવાતું હોય પ્રતિદિન મુસાફરોનો જમાવડો રહેતો હોય છે પરંતુ ગામની અંદર આવેલા આ ખંડેર બસ સ્ટેશનમાં મુસાફરોને માટે બેસવાની વ્યવસ્થા નથી તો સંડાસ – બાથરૂમ કે પીવાના પાણીની સુવિધા તો ક્યાંથી હોય ? એસટી બસમાં આવવા મુસાફરોને ગરમી અને ચોમાસુ વરસાદમાં પણ રોડ ઉપર કે અન્ય દુકાનમાં સજા ના સહારે ઉભા રહેવું પડે છે. આ બસસ્ટેન્ડમાં હવે તો લોકો પણ બાઇકો તથા અન્ય વાહનો આડેધડ પાર્ક કરતા હોય બસ લઇને આવનાર ડ્રાઈવરને પણ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે આ બાબતે એસ.ટી તંત્ર જાગૃત થાય અને મુસાફરોની સલામતી ખાતર વ્યવસ્થા ગોઠવે તે જરૂરી છે.
(તસવીર / અહેવાલ :- મોહંમદ ઉકાણી, કાંકરેજ, બનાસકાંઠા)

Related posts

सीवील में अब निजी डॉक्टर ऑपरेशन कर सकेंगे : रिपोर्ट

aapnugujarat

કાંકરેજનાં ચીમનગઢમાં યુવકની કરપીણ હત્યાથી સનસનાટી

aapnugujarat

મંદિરની વાત છોડવી જ હતી તો, કારસેવકોને કેમ મરાવ્યાં : પ્રવીણ તોગડિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1