Aapnu Gujarat
ગુજરાત

કડી પોલીસ સ્ટેશનમાં સામાજિક અંતર રાખવાની સરકારી અપીલ નું ઉલ્લંઘન

કડી પોલીસ સ્ટેશનમાં લોકડાઉન ના ભંગ કરતા લવાયેલ લોકોને કડી પોલીસે ઘેટાં બકરાં ની જેમ એક સાથે બેસાડતા કડી પોલીસ સ્ટેશનમાં કોરોના વાયરસ ના સંક્રમણ થી બચવા માટે સામાજિક અંતર રાખવાની સરકારની અપીલ નું છડેચોક ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.

 કોરોના વાયરસ ના સંક્રમણ ને નાથવા સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે જરૂરિયાત વિના બહાર ફરતા લોકો ઉપર કડી પોલીસ તવાઈ લાવી હતી અને એકજ દિવસમાં અધધ કહી શકાય એમ 35 લોકોને  જાહેરનામા ના ભંગ ની કલમ આઈપીસી 188 હેઠળ ઝડપયા હતા.જાહેરનામા નો ભંગ કરી બિન જરૂરી બહાર આંટા ફેરા મારતા લોકોને કડી પોલીસ તેમજ એલસીબી પોલીસ દ્વારા ઝડપી લઈ કડી પોલીસ સ્ટેશનમાં લવાયા હતા પરંતુ અહીં કડી પોલીસ લોકોને ઝડપી પાડી જિલ્લામાં કામ દેખાડવાના ચકકર માં  ભાન ભૂલી ગયી હોય તેવું દેખાતું હતું. સરકાર દ્વારા લોકોને સામાજીક અંતર રાખવાની વારંવાર અપીલ કરવામાં આવી રહી છે ત્યારે  પકડાયેલ લોકોને એકસાથે બેસાડી સામાજિક અંતર રાખવાની સરકારની અપીલ ની વાત ને પોલીસ  સાવ ભૂલી જ ગયી હોય તેવું જણાતું હતું.

આપણું ગુજરાત ન્યૂઝ-કડી
જૈમિન સથવારા

Related posts

નસવાડી પોલીસના એએસઆઈ રિટાયર્ડના દિવસે મૃત્યુ થતા ગાર્ડ ઓફ ઓનર અપાયું

editor

૨૦ મિનિટમાં યુવતીએ ૩૦ લાખના મોબાઈલની ચોરી કરી

aapnugujarat

ગુજરાતના ૮ જિલ્લામાં ૪૦થી વધુ તાપમાન

editor

Leave a Comment

UA-96247877-1