Aapnu Gujarat
ગુજરાત

સગીર પુત્રીને મેળવવા નારી એકતા મંચે ભૂખ હડતાળ ઉપર બેસવાની ચીમકી

નાનીકડી વિસ્તારમાં આવેલી શાળામાં ગયા બાદ સગીર પુત્રીના અપહરણની ઘટના બાદ સગીરાના વાલી દ્વારા સગીરાને પાછી મેળવવા પોલીસ સ્ટેશનના અસંખ્ય ધક્કા ખાવા છતાં સગીરા મળી નહી જેથી સગીરાના વાલીએ પ્રેમલગ્ન જેવી બાબતોના વિરોધમાં શરૂ થયેલ સંગઠન નારી એકતા મંચ નો સંપર્ક સાધ્યો હતો જેથી સંગઠનની મહિલાઓએ કડી પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ સગીરાને પાછી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આઠ મહિના પહેલા નાની કડીમાં આવેલી શાળામાં સગીરા શાળાએ ગયા બાદ ઘરે પરત ના ફરતા તેની શોધખોળ હાથ ધરાયી હતી જેમાં કડી તાલુકાના વેકરા ગામનો વિકાસ પટેલ નામનો યુવાન તેનું અપહરણ કરી લઇ ગયાનું ખુલતા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોસ્કો જેવી ગંભીર કલમો લગાવી ગુનો નોંધવામાં આવ્યો હતો.ગુન્હો નોંધાયાને આઠ માસ જેટલો સમય વીતવા છતાં સગીરાની ભાળ ના મળતા પરીવાર દ્વારા કડી સ્થિત નારી એકતા મંચનો સંપર્ક સાધ્યો હતો.નારી એકતા મંચ ના પ્રમુખ ભગવતીબેન પટેલ અને પાટીદાર સેના દ્વારા રવિવારે પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ સગીરાને એક અઠવાડિયામાં શોધી કાઢવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

બધા જૂના વાહનોમાં ગમે ત્યારે એચએસઆરપી નંખાવી શકાશેઃ વાહનવ્યહાર મંત્રી ફળદુ

aapnugujarat

Prez Kovind gives approval for Gujarat Control of Terrorism and Organised Crime Bill

aapnugujarat

વિરોધ વચ્ચે ભાજપ-કોંગીના ઉમેદવારોના ફોર્મ માન્ય ઠર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1