Aapnu Gujarat
ગુજરાત

પાટણથી લીંબચ માતાના રથનું પ્રસ્થાન કરાવાયું

પાટણ શહેરમાં અતિ પ્રાચીન લીંબચ માતાનું મંદિર આવેલુ છે જે લીંબાચીયા સમાજની આસ્થાનું કેન્દ્ર કહેવાય છે. આ મંદિરમાં દર ચૈત્રી આઠમના દિવસે હજારો શ્રદ્ધાળુઓ માતાના દર્શનાર્થે ઉમટી પડે છે. અતિ પ્રાચીન મંદિરથી ૧૮ ફેબ્રુઆરીના દિવસે મા લિંબચનો રથ લઈ માના ભક્તો લગભગ ૨૦૦ ગામ ફરશે અને પાટણવાડાના ત્રણ શહેર અમદાવાદ સુરત અને મુંબઈ સુધી રથયાત્રા જશે અને ગામેગામ ફરીને લિમ્બાચિયા સમાજના લોકોને માના દર્શનનો લાભ ઘેર બેઠા મળશે.
આ રથ બે મહિના સુધી યાત્રા કરી પાટણ પરત ફરશે. રથના કન્વીનર રમેશભાઈ અને બાવન વિભાગના પ્રમુખ ડોકટર નટવરભાઈના જણાવ્યા પ્રમાણે આ યાત્રામાં અમારા મુખ્ય મુદ્દાઓ વ્યસન મુક્તિ અને બેટી બચાવો અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવશે અને સમાજની અખંડિતા સચવાય આપણો દેશ અને સમાજ પ્રગતિના શિખરો સર કરે તેવી મા પાસે પ્રાર્થના કરવામાં આવશે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

PM दिल्ली से केवडिया – वडोदरा रेलवे लाइन और केवडिया रेलवे स्टेशन का करेंगे ई-शुभारंभ

editor

खारिकट नहर में युवक का शव मिलने के अपराध में एसओजी क्राइमब्रांच ने बोबी को आखिर में गिरफ्तार किया

aapnugujarat

હવે રાજ્યમાં બી.યુ.પરમિશન વગર ફાયર એનઓસી મળશે

editor

Leave a Comment

UA-96247877-1