Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ જીલ્લામાં ટીબી નિર્મુલન અભિયાન ૨૦૨૫ અંતર્ગત મેડીકલ મોબાઇલ એક્સ રે વાનનો પ્રારંભ

અમદાવાદ જીલ્લા પંચાયત ખાતેથી ૧૭/૦૨/૨૦૨૦ના રોજ ગ્રામ્ય વિસ્તારના ધોલેરા અને માંડલ તાલુકાઓમાં દુર્ગમ અને અંતરીયાળ વિસ્તારના દર્દીઓને છાતીના એક્સ-રેની આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી મોબાઇલ મેડિકલ એક્સ રે વાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સતિષ મકવાણાના વરદ હસ્તે લીલી ઝંડી આપીને વાનને પ્રસ્થાન કરાવવામાં આવેલ.
આ પ્રસંગે જિલ્લા આર.સી.એચ.ઓ ડો.ગૌતમ નાયક, જિલ્લા રોગચાળા અધિકારી ડો.ચિંતન દેસાઇ, જિલ્લા ક્ષય અધિકારી ડો.દિક્ષીત કાપડીયા, એમ.ઓ.ટી.યુ વિરમગામ ડો.વિરલ વાઘેલા, ડીઆઇઇસીઓ સી.યુ ઠાકોર ઉપસ્થિત રહેલ હતા.
આ મેડીકલ એક્સ રે વાનની મદદથી ટીબીના લક્ષણો ધરાવતા વ્યક્તિઓની છાતીના એક્સ રે કરીને તે જ દિવસે રિપોર્ટ આપવામાં આવશે. સાત દિવસ દરમ્યાન થનાર આ કામગીરીથી ટીબીના દર્દીઓ શોધીને ટેલી રેડીયોલોજીના માધ્યમથી તપાસ સારવાર આપવામાં આવશે.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

ગેસના બાટલા પર વસૂલાતો જીએસટી નાબૂદ કરવા માંગ

aapnugujarat

વડનગરમાં વધુ નવી જગ્યાઓ પર પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ શરુ થશે

aapnugujarat

દેશી બનાવટની પિસ્તોલની સાથે એક શખ્સની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1