Aapnu Gujarat
Uncategorized

વીરપુર સ્વામિનારાયણ ગુરુકુળમાં વાર્ષિક મહોત્સવ અને નુતન વિદ્યાભવનનું ખાત મુહૂર્ત કરાયું

સદાવ્રતના સંત જલિયાણની પવિત્ર ભૂમિ વિરપુરમાં આવેલ શ્રી એમ.જી.એલ.સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરૂકુળમાં આજ રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપા અને શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજીની પ્રેરણાથી સંસ્થાના પ્રમુખ શ્રી શાસ્ત્રીસ્વામી વિશ્વવિહારી દાસજીના નેજા તળે ગુરૂકુળના આંગણમાં નુતન વિદ્યાભવનનું ખાતમુહૂર્ત પરમ્‌ ભક્ત શ્રી ચેતનકુમાર મનુભાઇ લીલા(બિલ્ડર શ્રી-રાજકોટ) એવમ્‌ સંત પ્રેમી પરમ્‌ ભક્ત શ્રી હર્ષદભાઈ ચતુરભાઈ પટેલ(આશાપુરી ગૌશાળા જોષીકૂવા આંકલાવ હાલ, અમેરિકા) એવમ્‌ પરમ્‌ ભક્ત શ્રી વિરલભાઈ રવજીભાઇ ગાજીપરા(ઉદ્યોગપતિ-વિરપુર(જલારામ)ના વરદ્‌ હસ્તે થયું. સાંજે ૬ઃ૦૦થી ૧૧ઃ૦૦ બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ”સુર સંગીતના સંગાથે” યોજવામાં આવેલ હતો.આ કાર્યક્રમમાં સંતોના હસ્તે દીપપ્રાગટ્ય બાદ સંસ્થાના પ્રમુખ શ્રી શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારી દાસજીએ આ તકે આવેલ સંતો મહંતો તેમજ અગ્રણી મહેમાનોને પુષ્પહારથી સત્કાર્યા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્કૂલના બાળકોએ જુદા જુદા વસ્ત્ર પરિધાન કરી ડાન્સ રાસ ગરબા વક્તવ્યો અને નાટક જવી કૃતિઓનું પ્રદર્શન કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમ માં અનેક સંતો મહંતો નામાંકિત મહેમાનો ,ગામના અગ્રણીઓએ હાજરી આપી હતી જેમાં શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશ દાસજી એવમ્‌ શાસ્ત્રી સ્વામી કપીલજીવનદાસજી એવમ્‌ શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજીએ હાજરી આપી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા.ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિ વિરપુરના અધ્યક્ષ અનિલભાઈ વઘાસિયાએ પણ હાજરી આપી હતી.વિદ્યાર્થીઓ ના વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.આ કાર્યક્રમની શરૂઆતમાં સૌએ ભોજનપ્રસાદી સાથે લીધી હતી. કાર્યક્રમમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ બદલ પ્રથમ દ્વિતિય તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કરી તેમનો ઉત્સાહ વધારેલ હતો.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો હતો. અંતે સ્વામી શ્રી વિશ્વવિહારી દાસજીના અમૃત વચન અને આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ કરાયોહતો.
(તસવીર / અહેવાલ :- દેવરાજ રાઠોડ, વીરપુર)

Related posts

राजकोट में स्वाईन फ्लू से और चार की मौत हुई

aapnugujarat

સિંહ મોત કેસમાં સરકારના વલણને લઇ હાઇકોર્ટ ખફા

aapnugujarat

હજુ એક અઠવાડિયું કોરોના કેસ વધશે, તે પછી ઘટવા માંડશે : મુખ્યમંત્રી

editor

Leave a Comment

UA-96247877-1