Aapnu Gujarat
ગુજરાત

શ્રી દંઢાવ્ય પરગણા સતવારા કડિયા કેળવણી ઉતેજક મંડળ દ્રારા આયોજીત ૩૩મો સમૂહ લગ્નોત્સવ સોજા મુકામે યોજાયો

શ્રી દંઢાવ્ય પરગણા સતવારા કડિયા કેળવણી ઉતેજક મંડળ દ્વારા ૩૩મો સમૂહલગ્ન સોજા મુકામે યોજાયો હતો જેમાં સૌપ્રથમ સમાજના હોદેદારો અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. તમામ મહેમાનો અને દાતાઓની સ્વાગત વિઘી કરવામાં આવી હતી. સમાજનાં ૧૪ નવદંપતિએ પ્રભુતામાં પગલા પાડયા હતા અને નવા જીવનની શરૂઆત કરી હતી. દરેક કન્યાને દાતાશ્રીઓ દ્વારા અલગ-અલગ પ્રકારની ભેટ આપવામાં આવી હતી. સમૂહલગ્નનો ખર્ચ દાતાશ્રી ગં.સ્વ.કલાબેન નટવરલાલ સથવારા (ચોકસી) પરિવાર હસ્તે. રાજુભાઇ તથા વિનોદભાઇ હતા અને તેમનું સમાજના હોદેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ગં.સ્વ. સવિતાબેન જેઠાલાલ શિવરામદાસ કડિયા (વસઇ-અમદાવાદ) હસ્તે.જનકભાઇ તથા ભરતભાઇ દરેક કન્યાને ૫ ગ્રામ સોનાના દોરા અને ૧૫૦૦૦રૂપિયા ફીકસ આપવામાં આવ્યા હતા.
સમાજના તેજસ્વી તારલાનો ઇનામ વિતરણ સમારોહ ઘોરણ ૧ થી ગ્રેજયુએટ સુઘીના તમામ ભાઇઓ તથા બહેનોને ૨૦૧૯ માં લેવાયેલ વાષ્િૉક પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ભણતા વિઘાથીૅ ભાઇ-બહેનો માટેની પ્રાથમિક કક્ષાથી સ્નાતક / અનુસ્નાતક કક્ષા સુઘીની વિવિઘ વિઘાશાખાઓમાં શૈક્ષણિક શ્રેત્રે સમાજમાં ગૈરવંતુ સ્થાન મેળવ્યું છે અને સખત મહેનત કરીને આવી ઝળહળતી સફળતા મેળવી કુંટુબ, ગામ અને સમાજનું ગૈારવ વઘારો એવી શુભેચ્છા સાથે આપણા શ્રી દંઢાવ્ય પરગણા સતવારા કડિયા કેળવણી ઉતેજક મંડળના તારલાઓનું ગુણવતાનુસાર સન્માનપત્રો સહિત વિવિધ વિઘાપદકો, રજતચંદ્રકો, ઇનામ અર્પણ કરી આપણા આદરણીય દાતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
સતવારા સમાજનાં હોદેદારોની ઉપસ્થિતિમાં સમુહલગ્ન સમિતિના કન્વીનરનું માર્ગદર્શન સાથે સોજા ગામના યુવાનોની મહેનતને પરિણામે ૩૩મા સમૂહલગ્નનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

અપહરણનો પ્રયાસ નિષ્ફળ રહ્યો : વિદ્યાર્થીની કુદી ગઈ

aapnugujarat

શ્રીવાસ્તવ સામે આચારસંહિતા ભંગનો ગુનો તપાસમાં સ્પષ્ટ થયું

aapnugujarat

નગ્ન સત્ય : દારૂબંધીની વાતો કરનારા જ દારૂના ધંધામાંથી અઢળક કમાય છે..!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1