Aapnu Gujarat
શિક્ષણ

છોટાઉદેપુરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યનો સેમિનાર યોજાયો

છોટાઉદેપુર જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને છોટાઉદેપુર જીલ્લા આચાર્ય સંઘના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જીલ્લામાં આવેલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્તર શાળાના આચાર્યનો એક દિવસીય શૈક્ષણિક તેમજ વહીવટી સેમિનાર શ્રીમતી એસ.બી.સોલંકી વિદ્યામંદિર નસવાડી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જે. પી. પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જીલ્લાની શાળાઓના આચાર્ય તથા જીલ્લાની શાળાઓમાં નવ નિયુક્ત થયેલા આચાર્ય મોટી સંખ્યા ઉપસ્થિત રહી ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખના પ્રાસંગિક પ્રવચનથી આચાર્યોમાં નવીન જોશ અને ઉમંગ જોઈ શકાતો હતો. આચાર્યએ પોતે આચરણમાં રહી આચરણ કરાવવાનું છે. આચાર્યનો વ્યવસાય સ્વચ્છ હોય કોઈનાથી ડરવાની જરૂર નથી તેવું તેઓ આહ્વાન કર્યું હતું. સેમિનારમાં તજજ્ઞ વક્તા એમ.સી. રાઠવા આર્ટસ સાયન્સ કોલેજના પ્રોફેસર રાજેશ કગરાના દ્વારા શૈક્ષણિક તેમજ વહીવટી પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન આપવમાં આવ્યું હતું . જીલ્લાની શાળાઓમાં નિવૃત થયેલા આચાર્યનું અને તેજસ્વી તારલાનું ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જે.પી. પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જીલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ રમેશ ખત્રી પ્રમુખ સંજય શાહ છોટાઉદેપુર જીલ્લા આચાર્ય સંઘના પ્રમુખ ડી.એફ.પરમાર અને મહામંત્રી હિતેશ ચૌહાણે જીલ્લાની વિવિધ શાળાના આચાર્યોના જીલ્લા કક્ષાની કચેરીના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્નશીલ રહ્યાં છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવી જેતપુર)

Related posts

Oct 29 to Nov 18 Diwali vacation for Schools in Gujarat

editor

ઓસ્ટ્રેલિયાએ ઈમિગ્રેશનના નિયમો ચુસ્ત બનાવ્યા

aapnugujarat

આરટીઇ હેઠળ પ્રવેશ માટે અમદાવાદ શહેર-ગ્રામ્ય માટે ૨૮ હજારથી વધુ અરજીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1