Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર સિવિલમાં ફાયર અને ડિઝાસ્ટર દ્વારા વર્કશોપનું આયોજન કરાયું

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ નવી મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તમામ સ્ટાફના સહયોગથી ફાયર અને ડિઝાસ્ટર દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ કોલેજના ડીન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, જિલ્લા સેવા સદન હિંમતનગર તરફથી ડી.પી.ઓ, નાયબ મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર એ ડિવિઝન પોલીસ સ્ટેશન હિંમતનગર તથા હિંમતનગર નગરપાલિકાના રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત એવા ફાયર ઇન્સ્પેક્ટર પ્રતાપસિંહ દેવડા પોતાની ટીમ તથા ફાયર સેફ્ટી અને ડિઝાસ્ટર માટેના ઉપકરણો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. ફાયર ઇન્સ્પેકટર તથા તેમની ટીમ દ્વારા પ્રેક્ટીકલ અને થિયેરીકલ બંને રીતે તમામ સ્ટાફને આપત્તિના સમયમાં કઈ રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હિંમતનગર મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના તમામ કર્મચારી હાજર રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

BRTSમાં પૈસા અને દાગીના ચોરતી મહિલા ટોળકી પકડાઇ

aapnugujarat

આવતીકાલે શનિજ્યંતિ : મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટશે

aapnugujarat

વિરમગામ,માંડલ અને દેત્રોજ સહિત નળકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1