Aapnu Gujarat
ગુજરાત

પોલિયો રસીકરણ અભિયાનની શરૂઆત કરાવતા સાબરકાંઠા જિલ્લા સમાહર્તા સી.જે. પટેલ

રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત મુખ્યમંત્રી દ્વારા કરાવ્યા બાદ સમગ્ર રાજ્યમાં પોલિયો અભિયાન શરૂઆત થઈ છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા સમાહર્તા સી.જે.પટેલ દ્વારા જિલ્લામાં આ અભિયાનની શરૂઆત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હિંમતનગર ખાતે બાળકોને પલ્સ પોલિયોના બે ટીંપા પીવડાની શુભારંભ કરાવ્યો હતો. બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત ૧૯ થી ૨૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધીના સમયગાળા દરમ્યાન સાબરકાંઠા જિલ્લામાં બાળલકવા નાબુદી અભિયાન અંતર્ગત નવજાત શિશુથી ૫ વર્ષ સુધીના બાળકોને બાળલકવા વિરોધી રસી આપવામાં આવશે.
આ પ્રસંગે સી.જે. પટેલે જણાવ્યું હતું કે, આ બાળકો ભારતનુ ભવિષ્ય છે માટે તેમના સ્વસ્થ્ય અને તંદુરસ્તીનું ધ્યાન રાખવુએ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે માટે આ પલ્સ પોલિયો અભિયાનને સફળ બનાવવા દરેક આરોગ્યકર્મી તેમજ સમાજના દરેક નાગરિકની ફરજ છે. ભારતમાંથી પોલિયો૩૦૩ નાબુદી થાય તે માટે આ અભિયાનમાં સૌ સાથે મળીને નવજાત શીશુથી લઈને ૫ વર્ષના દરેક બાળકને આ પોલિયોના બે ટીંપા પીવડાવી પોલિયો મુક્ત ભારત ઝુંબેશને સફળ બનાવીએ.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજેશકુમાર પટેલે જણાવ્યું હતું કે, ૧૯ જાન્યુઆરી ૨૦૨૦ ના આઇ.પી.પી.આઇ.પ્રોગ્રામમાં કુલ ૮ તાલુકા હેલ્થ કચેરીઓ વિસ્તારના ૪૮ પ્રા.આ.કેન્દ્ર તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રો વિસ્તારમાં કુલ ૮૮૧ પોલિયો રસીકરણ બુથ તેમજ ૩૮ ટ્રાન્ઝીટ પોઇન્ટ તેમજ ૧૨ મોબાઇલ ટીમો મારફતે જિલ્લાના તમામ ૦ થી ૫ વર્ષ સુધીના ૧૯૩૩૦૮ બાળકોને પોલિયો વિરોધી રસીથી રક્ષિત કરવા માટે ૩૫૨૪ આરોગ્ય કાર્યકરો તેમજ સ્વયંસેવકો મારફતે પોલિયો રસીકરણ બુથો ઉપર તેમજ ઘરેઘર ફરીને ૧૭૬૨ ટીમો દ્વારા પોલિયો રસીકરણ કામગીરી કરવા તેમજ જિલ્લાના લાયઝન અધિકારીશ્રીઓ તેમજ ૧૮૧ સુપરવાઇઝરો દ્વારા આઇ.પી.પી.આઇ. પ્રોગ્રામની કામગીરીનું મોનિટરિંગ અને સુપરવિઝન કરવાની કામગીરી કરવામાં આવશે.
આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અનિરુધ્ધ સોરઠિયા, જિલ્લા આર.સી.એચ.અધિકારી ડો. જયેશ પરમાર, બાળરોગ નિષ્ણાત ડો. વી.એ.ગોપલાણી, અન્ય અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નવજાત શિશુ થી લઈને પાંચ વર્ષના બાળકોને લઈ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

એક સભ્યના વિરોધને કારણે સોસાયટીનું રિડેવલપમેન્ટ ના અટકી શકે : GUJARAT HIGH COURT

aapnugujarat

આંગડિયા પેઢીનો મેનેજર ૧.૧૩ કરોડની ઉચાપત કરી ફરાર

aapnugujarat

कच्छ में ट्रिपल सड़क हादसा, 10 लोगों की मौत व 5 घायल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1