Aapnu Gujarat
ગુજરાત

સુરત ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીઃ  કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌યોગ દિવસ નિમિત્તે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો દ્વારા વિવિધ મહાનગરોમાં ઉપસ્થિત રહેવાનું આયોજન કરેલ હોઇ તેના ભાગરૂપે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા તા.૨૧/૦૬/૨૦૧૭ ના રોજ સરસાણા ચેમ્બર ઓફ કોમર્સ કન્વેન્શન સેન્ટર, સુરત ખાતે સવારે ૬.૩૦ કલાકે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંયુકત રાષ્ટ્ર સંધની પરિષદમાં યોગનું મહત્વ સમજાવી ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવા અપીલ કરી અને તેમના પ્રયત્નો થકી ભારતની મૂળ સંસ્કૃતિ અને કળા એવા યોગને આજે વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે.

યોગથી  શારીરિક તંદુરસ્તી તો મળે જ છે પરંતુ સાથે સાથે મનની શાંતિ પણ મળે છે અને શરીરમાં એક સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. આરોગ્યની સાથે લાંબુ આયુષ્ય યોગ મારફત મેળવી શકાય છે તે વાત પૂરા વિશ્વએ સ્વીકારી અને તેમના રોજબરોજના વ્યવહારમાં યોગને એક ભાગ બનાવેલ છે. દરેક ભારતીય આ બાબત માટે ગૌરવ લઇ શકે છે.

જયારે સમગ્ર વિશ્વ એક થઇને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહયુ હોય ત્યારે દેશના તમામ નાગરિકોને આ યોગ મહોત્સવમાં જોડાવા સરકારશ્રી દ્વારા આહવાન કરવામાં આવેલ છે.

Related posts

सोमनाथ मंदिर को १४० किलो सोना सहित नकद का दान मिला

aapnugujarat

વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ૧૪ દિવસ આઇસોલેશન વોર્ડમાં સઘન સારવાર મેળવી વેરાવળનાં શ્રી અહમદ અબ્દુલ ગની પંજાએ કોરોનાને પરાસ્ત કર્યો

editor

અમદાવાદ જિલ્લાની ૧૫૨૭ આંગણવાડીઓમાં નવરાત્રી દરમ્યાન સરકારી અધીકારીઓ, પદાધીકારીઓ દ્વારા કન્યા પુજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1