Aapnu Gujarat
રમતગમત

ભદ્રવાડી ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામ ખાતે શ્રી જોગમૈયા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. ભદ્રવાડી ગામ દ્વારા સૌ પ્રથમ વખત જોગમૈયા મંદિરના લાભાર્થે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ડી.ડી.જાલેરાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટના આયોજક જીતુભાઈ શાહ, સહદેવસિંહ વાઘેલા, ચેનાજી જાલેરા, હેંગાભાઈ ભરવાડ સહિત સમગ્ર ગ્રામજનો હતાં. વિજેતા ટીમને ૫૧૦૦ અને રનર્સઅપ ટીમને ૨૧૦૦, મેન ઓફ ધ સિરિઝને ઈનામ આપવામાં આવશે
(તસવીર / અહેવાલ :- મહંમદ ઉકાણી, કાંકરેજ)

Related posts

ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત બાંગ્લાદેશની ટીમથી વધારે ખતરો

editor

આજથી આઇપીએલનો ધમાકેદાર પ્રારંભ

aapnugujarat

દિક્ષા ડાગરે તેનું બીજું યુરોપિયન ટૂર ટાઈટલ જીત્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1