Aapnu Gujarat
રમતગમત

દિક્ષા ડાગરે તેનું બીજું યુરોપિયન ટૂર ટાઈટલ જીત્યું

ભારતની મહિલા ગોલ્ફર દિક્ષા ડાગરે તેનું બીજું લેડીઝ યુરોપિયન ટૂર ટાઈટલમાં શાનદાર પ્રદર્શન કરતા જીત્યુ છે. ૨૨ વર્ષીય ડાબોડી પ્લેયર દિક્ષા એ આ પહેલા વર્ષ ૨૦૧૯માં એલઈટીટાઈટલ જીત્યું હતું. દિક્ષા ડાગર હરિયાણના ઝજ્જરની વતની છે. આ ઉપરાંત તે અરામકો ટીમ સીરીઝમાં વિજયી ટીમનો હિસ્સો હતી.
દિક્ષા ડાગર અત્યાર સુધી તે બે વ્યક્તિગત ટાઇટલ સિવાય નવ વખત ટોપ ટેનમાં સ્થાન મેળવી ચુકી છે જેમાંથી તેણે આ સિઝનમાં ચાર વખત આવું કર્યું છે. દિક્ષાએ રવિવારે દિવસની શરૂઆત પાંચ શોટની લીડ સાથે કરી હતી. તેણે અંતિમ રાઉન્ડમાં ૬૯ સ્કોર કર્યો અને આ દરમિયાન તેણે ત્રણ રાઉન્ડમાં કુલ ૧૩ બર્ડી બનાવી હતી. તેણે માત્ર પ્રથમ અને છેલ્લો શોટ છોડ્યો હતો. દિક્ષા નો મુકાબલો થાઈલેન્ડની ત્રિચેટ સામે હતો પરંતુ તેણે અંતિમ દિવસની શરૂઆત નવ શોટથી કરી હતી. રવિવારે દિક્ષા ઉત્તમ લયમાં હતી. ત્રિચેટ બીજા સ્થાને જ્યારે ફ્રાન્સની સેલિન હર્બિન ત્રીજા સ્થાને રહી હતી. રોયલ બિરોન ક્લબમાં આ અઠવાડિયે ભારે પવનની વચ્ચે પણ સારુ પ્રદર્શન કર્યુ હતું. તે ૨૦૨૧માં અહીં ચોથા ક્રમે રહી હતી.
એલઈટીટૂર પર ટાઇટલ જીતનારી દીક્ષા ભારતની બીજી મહિલા ગોલ્ફર છે. આ પહેલા અદિતિ અશોકે ૨૦૧૬માં ઈન્ડિયન ઓપન જીતી હતી. આ સાથે જ દીક્ષા આ વર્ષે જીતનારી બીજી ભારતીય છે. આ સિઝનમાં અદિતિએ મેજિકલ કેન્યા લેડીઝ ટાઈટલ જીત્યું હતું. દિક્ષા એ માર્ચ ૨૦૧૯માં દક્ષિણ આફ્રિકન ઓપનના રૂપમાં પહેલું ટાઈટલ જીત્યું હતું અને હવે તેણે ચાર વર્ષ, ત્રણ મહિના અને ૧૧ દિવસ બાદ બીજું ટાઈટલ જીત્યું છે. દીક્ષા આ વર્ષે બેલ્જિયમ લેડીઝમાં સંયુક્ત રીતે છઠ્ઠા સ્થાને રહી હતી. તે હેલસિંગબોર્ગ લેડીઝ ઓપનમાં સંયુક્ત રીતે આઠમું અને ઈમુન્ડી જર્મન માસ્ટરમાં ગયા અઠવાડિયે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહી હતી.
દિક્ષાએ બધિર ઓલિમ્પિક્સમાં બે વખત મેડલ જીત્યા છે. તેણે ૨૦૧૭માં સિલ્વર મેડલ અને ૨૦૨૧માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો, તે બધિર ઓલિમ્પિક અને મુખ્ય ઓલિમ્પિક બંનેમાં ભાગ લેનારી પ્રથમ ગોલ્ફર બની હતી.
આ સિવાય તેણે ૨૦૧૮ એશિયન ગેમ્સમાં પણ ભાગ લીધો હતો.
દિક્ષા ને બાળપણથી જ સાંભળવામાં તકલીફ છે. તે છ વર્ષની ઉંમરથી મશીનની મદદથી સાંભળી રહી છે. તેના પરિવારની મદદથી તેણે તેના તમામ પડકારો પર વિજય મેળવ્યો અને ગોલ્ફમાં સફળતા હાંસલ કરી છે. તેમના પિતા કર્નલ નરિન્દર ડાગર જ તેમના માર્ગદર્શક, કોચ રહ્યા છે.

Related posts

IPL-13 : जिस दिन मैच नहीं उस दिन वर्चुअल गेमिंग होगी

editor

કોહલીને લઇ સચિને કહ્યું,”તેની તુલના મારી સાથે ન કરો, મારો સમય અલગ હતો”

aapnugujarat

टी-10 : अब कलंदर्स टीम के लिए खेलते नजर आएंगे अफरीदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1