Aapnu Gujarat
રમતગમત

ઈશાંત શર્માએ ધોની પર સવાલ ઉઠાવ્યા

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ પૂર્વ કેપ્ટન અને હાલના વિકેટકિપર એમએસ ધોનીની વિરુદ્ધ એક મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે ધોનીના સમયમાં ભારતીય ફાસ્ટ બોલરોને ઓછી તક મળતી હતી. જ્યારે વિરાટ કોહલીની આગેવાનીમાં ફાસ્ટ બોલરોને વધુ તક મળે છે. તેની કેપ્ટન્સીમાં મઝા આવે છે.ઈશાંતે ધોની વિરુદ્ધ નિવેદન આપ્યું? – દિલ્હી રણજી ટીમની જીત બાદ ઈશાંત શર્માએ કહ્યું કે, ધોનીના સમયમાં અમારી પાસે વધુ અનુભવ નહોતો. આ ઉપરાંત ફાસ્ટ બોલરોને ઓછી તક મળતી હતી, આ જ કારણ છે કે તે સમયે ફાસ્ટ બોલરોના ગ્રુપને વધુ સફળતા નહોતી મળી.
૯૬ ટેસ્ટ રમનારા ઈશાંત શર્માએ એવો પણ દાવો કર્યો કે તે સમયે ૬થી ૭ બોલરોનું પૂલ બનાવેલું હતું અને સંવાદ પણ ઓછો થતો. જોકે, હવે માત્ર ૩થી ૪ બોલરોનું ગ્રુપ બનેલું છે અને તમામ એક બીજાને સારી રીતે સમજે છે.ઈશાંત શર્માએ વિરાટ કોહલીની કેપ્ટન્સીના વખાણ કરતાં કહ્યું કે જ્યારથી તેણે ટીમની કમાન સંભાળી છે ત્યારે ફાસ્ટ બોલરોએ ઘણો અનુભવ મેળવી લીધો હતો જેના કારણે ઘણો ફરક પડ્યો.ઈશાંત શર્માએ કહ્યું કે, વિરાટે જ્યારે કેપ્ટન્સી સંભાળી ત્યારે અમને ખાસો એવો અનુભવ થયો હતો જેનાથી મદદ મળી. હવે આપને વધુ તક મળે છે. જ્યારે તમે વધુ રમો છો અને ડ્રેસિંગ રૂમમાં વધુ રહો છો અને ખાનગી ચર્ચાઓ થાય છે તો તમે સહજ અનુભવો છો. તેનાથી તમે મેદાન પર આનંદ ઉઠાવો છો જે એક અલગ જ પ્રકારનો અનુભવ છે.
ઈશાંત શર્મા હાલના સમયમાં ભારતનો સૌથી અનુભવી ટેસ્ટ બોલર છે, જે છેલ્લા કેટલાક વર્ષોથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે.બીજી તરફ, પહેલા ઈશાંત શર્મા સતત વિકેટ લેવા અને સારી લાઇન-લેન્થથી બોલિંગ કરવામાં નિષ્ફળ રહેતો હતો. જેના કારણે તેની બોલિંગ પર સવાલ ઊભા થયા હતા.નોંધનીય છે કે, ઈશાંત શર્માએ ૯૬ ટેસ્ટમાં ૨૯૨ વિકેટ લીધી છે. વર્ષ ૨૦૧૭થી જ ઈશાંત શર્માનું પ્રદર્શન સારું રહ્યું છે. તેણે છેલ્લા ૩ વર્ષમાં ૨૩ ટેસ્ટ મેચોમાં ૮૦ વિકેટ લીધી છે.

Related posts

આવતીકાલે કોલકત્તા નાઇટ અને રાજસ્થાનની વચ્ચે ફાઇટ ટુ ફિનિશ જંગ રમાશે

aapnugujarat

IPL में अच्छा करना चाहूंगा : शार्दुल

aapnugujarat

कपिल देव की अगुवाई वाली समिति नए कोच के लिए 16 अगस्त को करेगी इंटरव्यू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1