Aapnu Gujarat
ગુજરાત

દિયોદરના પાલડી ગામમાં મહિલાએ આપઘાત કર્યો

દિયોદર તાલુકાના પાલડી ગામમાં રહેતાં રહેતી અને રાટીલા ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા સોનલબેને આપઘાત કરતાં ગામમાં ચકચાર મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ દાંતા તાલુકાના ગોધણી ગામની શિક્ષિકા સોનલબેન રાજદીપસિંહ વાઘેલાને ૮ માસ પહેલા દિયોદર તાલુકાના રાટીલા ગામે સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી મળતા સોનલબેન વાઘેલા તેના પતિ સાથે દિયોદર ના પાલડી ગામે રહેવા આવી હતી જેમાં રાટીલા ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી જેમાં દારૂડિયા પતિના શારીરિક અને માનસિક ત્રાસના કારણે ગત ૨૧/૧૨/૨૦૧૯ રોજ આપઘાત કરતા ભારે ચકચાર મચી જવા પામી છે જેમાં મૃતક સોનલના પિતા નાથુસિંહ પહાડસિંહ ચુડાવતે દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ આપતા રજુઆત કરેલ કે રાજસ્થાનનાં ઉદેપુરના રહેવાસી છે જેમાં સોનલ સહુથી મોટી દીકરી હતી જેના લગ્ન ૧૦ વર્ષ અગાઉ બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના ગોધણી ગામે રહેતા રાજદીપસિંહ વાઘેલા સાથે સમાજના રીત રિવાજ લગ્ન થયા હતા જેમાં લગ્ન ના સમય ગાળા દરમિયાન એક દીકરાનો જન્મ થયો હતો જેમાં છેલ્લા આઠ વર્ષથી દહેજના કારણે અવાર નવાર સોનલ અને જમાઈ રાજદીપસિંહ વાઘેલા સાથે બોલાચાલી થતી હતી જેમાં આઠ માસ અગાઉ સોનલ વાઘેલાને દિયોદરના રાટીલા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી મળતા પાલડી મુકામે રહી શિક્ષિકા તરીકે ફરજ નિભાવતા હતા જેમાં ગત તારીખ ૨૧/૧૨/૨૦૧૯ના રોજ રાજદીપસિંહ વાઘેલા એ ફરિયાદીને ફોન કરી જણાવેલ કે સોનલ મરણ ગયેલ છે તેવી જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા જેમાં સોનલનું મુત્યુ શંકાસ્પદ હોવાનું દેખાતા સોનલે આપઘાત કર્યો હોવાનું જણાતા પરિવારજનોએ દિયોદર પોલીસને જાણ કરતા દિયોદર પોલીસ ઘટના સ્થળ દોડી આવી લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
(હેવાલ :- રઘુ નાઈ, દિયોદર)

Related posts

ગુજરાતમાં મોદી ફેસ્ટનું દબદબાપૂર્વક સમાપન

aapnugujarat

ओढव हत्या : दो लोगो को गिरफ्तार करने में सफलता

aapnugujarat

वरमोर दलित युवक हत्याकांड : लापता पत्नी की जानकारी मिली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1