Aapnu Gujarat
ગુજરાત

વિજયનગર તાલુકાના માજી સૈનિકોએ મામલતદારને આવેદનપત્ર સોંપ્યું

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના આજ રોજ વિજયનગર તાલુકાના માજી સૈનિકો દ્વારા વિજયનગર મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. ખેતી માટે પડતર પ્રશ્ન તેમજ ગુંઠા રહેણાંક માટે જમીન ફાળવવા મામલતદારને આવેદન પત્ર સોંપવામા આવ્યું હતું. દેશની રક્ષા કાજે રાત – દિવસ સરહદ પર ખડે પગે ફરજ બજાવતા સૈનિકોના નિવૃત થયા બાદ તેઓ પોતાના પરિવાર સાથે સન્માનભેર જીવન જીવી શકે તેના માટે તેઓને ખેતી માટે સરકારી પડતર ૧૬ એકર જેટલી જમીન ફાળવવાની સરકાર દ્વારા જોગવાઇ કરવામાં આવેલ છે. સરકારની જોગવાઇ અનુસાર વિજયનગર તાલુકાના માજી સૈનિકોની તેમજ સ્વ . માજી સૈનિકોની પત્નીઓની ખેતી માટે અને રહેઠાણ માટે જમીન આપવા જેના પર માજી સૈનિકો તેમજ સ્વ . માજી સૈનિકોના પત્નીઓના હિતને ધ્યાને રાખી વિજયનગર મામલતદારને રજુઆત કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

अहमदाबाद शहर में आवारा कुत्तों के आतंक के मुद्दे पर हाईकोर्ट में पीआईएल

aapnugujarat

આનંદનગર વિસ્તારમાં ભેખડ ધસી પડતાં ત્રણ મજૂરોનાં મોત

aapnugujarat

આવતીકાલે શનિજ્યંતિ : મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1