Aapnu Gujarat
Uncategorized

જુનાગઢ રેન્જ ડી.આઈ.જી. મનીન્દરસિંઘ પવારે જિલ્લાના અગ્રણી સાથે બેઠક યોજી

જુનાગઢ રેન્જ ડી.આઈ.જી. મનીન્દરસિંઘ પવારના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઈન્સ્પેકશન સંદર્ભે ગીર સોમનાથજિલ્લાના સ્થાનિક આગેવાનો, એસો.ના પ્રમુખો, નગરપાલીકાના પ્રમુખો, તથા પાર્ટીઓના આગેવાનો સાથે પ્રાંત અધિકારીની કચેરીના સભાખંડમા વેરાવળ ખાતે મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં જિલ્લાની કાયદો વ્યવસ્થા વધારે સંગીન બને તે માટે આયોજનની સાથે આગેવાનોના હકારાત્મક સુચનો ધ્યાને લેવાયા હતા.
મીટીંગમાં રેન્જ ડી.આઈ.જી.એ જિલ્લાના આગેવાનનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં સન-૨૦૧૯ના વાર્ષિક ઈન્સ્પેકશન અંગે આજે આગેવાનો સાથે મીટીંગ યોજવામાં આવી છે. નાગરિક ગુનેગાર ન બને તે માટે પ્રથમ પ્રકિયા બાળપણમાં થાય છે. પોલીસ બીજા તબબ્કામાં આવે છે. આ સંદર્ભમાં તેમણે કહયું કે, બાળકોને તેમના માતા પિતા બાળપણથી જ શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરાવે તો ગુનાખોરી અટકાવી શકાય છે. વ્યસન મુકત પણ થઇ શકે છે. ગીર સોમનાથ જિલ્લામાં અને વેરાવળ શહેર લોકો શાંતિ અને ભયમુક્ત સુરક્ષા સાથે જીવી શકે તે માટે પોલીસ હંમેશા સતત સતર્ક છે. કોઈપણ વ્યક્તિ તેમની પડતી મુશ્કેલી અને પોલીસ પ્રોટેકશન માટે પોલીસની મદદ લઇ શકે છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, વેરાવળ અને પાટણના પોલીસ વિભાગમાં મહેકમની સંખ્યા વધારવા અને વધુ એક પોલીસ ચોકી બનાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમજ આગેવાનો દ્વારા રજુ કરવામાં આવેલ જુદા-જુદા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. આ પ્રસંગે પત્રકારોએ પણ હકારાત્મક અને લોકઉપયોગી સુચનો કર્યા હતાં.
એસ.પી. રાહુલ ત્રિપાઠીએ સ્વાગત પ્રવચન કરી આ મીટીંગની રૂપરેખા અને હેતુ સમજાવી તેમની કક્ષાએ આવતા પોલીસ વિભાગના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે તેમ કહી સીસી ટીવી કેમેરા, ૮૦ ફુટના રોડ પર પોલીસ ચોકી સહિતની રજુઆત પર હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ભગવાનભાઈ બારડ, રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકાના પ્રમુખ મંજુલાબેન સુયાણી, એ.એસ.પી.અમીત વસાવા, એલ.આઈ.બી.પી.આઈ.વાજા, પત્રકારો, પોલીસ અધિકારીઓ સહભાગી થયા હતા.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

Rishad Premji can leave executive role from 2020 : Wipro

aapnugujarat

જૂનાગઢ ગ્રામ્ય તાલુકાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઈવનગર ખાતે થશે

aapnugujarat

વધુ એક નરાધમને અંતિમ શ્વાસ સુધી સજા ફટકારતી સુરત કોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1