Aapnu Gujarat
ગુજરાત

ભાભરનાં ખેડૂતોએ કેનાલની સફાઇ હાથ ધરી

બનાસકાંઠા જીલ્લામાં કેનાલ કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે ખેડૂતોને ભોગવવું પડે છે. વારંવાર ગાબડા પડતા અને અધિકારીઓની બેદકારીના લીધે અનેક વિસ્તારમાં કેનાલોની સાફ સફાઇ પણ કરવામા આવતી નથી ત્યારે ખેડૂતોને કેનાલો સાફ કરવી પડે છે. ભાભર તાલુકાના તેતરવાથી ચલાદર ગામ સુધીની ૨૪ નંબરની માઇનોર નર્મદા કેનાલને સ્થાનિક ખેડૂતોએ ભેગા મળીને સાફ કરી છે. અનેકવાર અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. કિસાન એકતા સમિતિના પ્રમુખ રામજીભાઇ રાઠોડને આ અંગે જાણ કરાઈ હતી અને બાદમાં ખેડૂતોએ જાતે જ કેનાલની સ્સફાઈ હાથ ધરી હતી.
(અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ, બનાસકાંઠા)

Related posts

પાંડેસરાના રેપ વીથ મર્ડરના કેસમાં મુખ્ય આરોપી પકડાયો

aapnugujarat

ગુજરાત : બીજા ચરણમાં ૬૮.૭૦ ટકા મતદાન, હજુય ભારે સસ્પેન્સ

aapnugujarat

હજીરામાં વ્રજ ટેંક કે-૯ રાષ્ટ્રને અર્પણ : સુરક્ષા વધુ મજબૂત થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1