Aapnu Gujarat
ગુજરાત

વિરમગામમાં ભગવાન શ્રી વિશ્વકર્મા ધામનું નિર્માણ કરાયું

સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્માએ કરેલા નિર્માણને બેજોડ માનવામાં આવે છે અને વિવિઘ ઓજારો ના નિર્માતા પણ ભગવાન શ્રી વિશ્વકર્માને માનવામાં આવે છે. શિલ્પ અને વાસ્તુશાસ્ત્ર તેમજ જીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા દેવતા વિશ્વકર્માને માનવામાં આવે છે. અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમા શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા શહેરના કસ્ટમની ચાલી ગોળપીઠા પાસે છેલ્લા ૧૫ મહિનાથી સૃષ્ટિના સર્જનહાર શ્રી વિશ્વકર્મા ભગવાન ભવ્ય મંદિરનુ નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. આગામી ૩/૧૨/૨૦૧૯ થી ૮/૧૨/૨૦૧૯ સુધી વિશ્વકર્મા ધામ ખાતે શ્રી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા અને શ્રી વિશ્વકર્મા ભગવાનની દિવ્ય મૂર્તિ અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આગામી ૩ થી ૮ ડિસેમ્બર સુધી પોથીયાત્રા મૂર્તિનગર યાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. શ્રી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા અને મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મુખ્ય આચાર્ય શ્રી વિશ્વકર્મા કથાના પ્રવક્તા પુજ્ય શ્રદ્ધેય શ્રી જયંતિભાઇ શાસ્ત્રીજી દ્વારા યોજાનાર છે. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમા સમગ્ર ગુજરાતભરમાંથી શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ લોકો સહિત સંતો મહંતો ઉપસ્થિત રહેશે. હાલ મંદિરની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાને લઇ તૈયારીને આખરી ઓપ અપાયો છે. છેલ્લા બે વર્ષથી ભવ્ય મંદિરના નિર્માણને કાર્યોમાં ગુજરાતમાંથી ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા આર્થિક સહયોગ મળ્યો છે.
આ સમગ્ર શ્રી વિશ્વકર્મા ધામ અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇને શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળના પ્રમુખ રસિક જાદવાણી, ઉપપ્રમુખ અરવિંદ મિસ્ત્રી, જીતેન્દ્ર ગજ્જર, સંજય ગજ્જર, પ્રવિણ વડગામા, પ્રાણજીવન ગજ્જર સહિત યુવક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

बम मिलने के प्रकरण में क्राइम ब्रांच ने मां-पुत्र की गिरफ्तार की

aapnugujarat

થરાદ દિયોદર મેટ્રો બસ દિયોદર જુના બસ સ્ટેન્ડ ન આવતાં મુસાફરો પરેશાન

aapnugujarat

સુરતમાંથી ડિગ્રી વગરના બે બોગસ તબીબ ઝડપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1