Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી તરીકે અજીત પવારે શપથ લીધાં

રાજકારણમાં ક્યારેય ન ધાર્યું હોય એવા સમીકરણો બનતાં આજે સવારે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તરીકે ભાજપનાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે એનસીપીના અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. ભાજપનાં અવિશ્વસનીય રાજકીય દાવથી શિવસેના, કોંગ્રેસ, મહારાષ્ટ્રની જનતા પણ ચોંકી ઉઠી છે. રાતોરાત થયેલા ઉલટફેરથી એનસીપીમાં પણ ભાગલા પડવાના સંકેત મળી રહ્યાં છે.
કોંગ્રેસે એનસીપી પર પ્રહાર કરતાં કહ્યું છે કે, શરદ પવારે અમારી સાથે બહુ મોટો દગો કર્યો છે.
શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે અજીત પવાર પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું છે કે, તેમણે પોતાના સગા કાકા અને પોલિટિકલ ગુરૂ શરદ પવારની પીઠમાં છરો ભોંક્યો છે. અજીતે મહારાષ્ટ્રની જનતાએ આપેલા જનાદેશનું ઘોર અપમાન કર્યું છે, તેમણે વધુમાં કહ્યું છે કે, અજીત વિરુદ્ધ મની લોન્ડરિંગના કેસ ઉભા હોય તેમણે રાતોરાત ભાજપ સાથે હાથ મિલાવીને અમારી સાથે દગો કર્યો છે.

Related posts

સીઆરપીએફ કાશ્મીરમાં જવાનોના કાફલાની મૂવમેન્ટના નિયમોમાં ફેરફાર કરશે

aapnugujarat

ઓઆઇસી ભવિષ્યમાં જમ્મુ કાશ્મીરથી દુર રહે : ભારત

editor

૪ વર્ષમાં મારા વિભાગે લોકોને આપી ૧ કરોડ નોકરીઓ : ગડકરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1