Aapnu Gujarat
રાષ્ટ્રીય

સીઆરપીએફ કાશ્મીરમાં જવાનોના કાફલાની મૂવમેન્ટના નિયમોમાં ફેરફાર કરશે

જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સીઆરપીએફે કાશ્મીરમાં જવાનોના કાફલાની અવરજવરમાં નવા નિયમો જોડવાનો નિર્ણય કર્યો છે. અર્ધસૈનિક દળના પ્રમુખે કહ્યું કે સીઆરપીએફે પુલવામામાં જવાનોનાં વાહન સાથે વિસ્ફોટક ભરેલા વાહનને અથડાવવાનો નવો ખતરો જોતાં પોતાની એસઓપીએસમાં સુધારો કરવાનું વિચાર્યું છે.પુલવામામાં હુમલામાં ૪૦ જવાન શહિદ થયા હતા. સીઆરપીએફના મહાનિર્દેશક આરઆર ભટનાગર ૧૪ ફેબ્રુઆરીએ થયેલા હુમલા બાદ બે દિવસીય યાત્રા પર જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે કાશ્મીરમાં અમારા કાફલાની અવરજવરમાં નવા નિયમો જોડવાનો નિર્ણય લીધો છે. વાહનવ્યવહાર નિયંત્રણ ઉપરાંત કાફલાના ગુજરવાનો સમય તેના રોકાવાના સ્થાન અને સેના તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસ સહિત સુરક્ષા દળોની સાથે સમન્વયમાં અવરજવરમાં બદલાવ કર્યા છે.ભટનાગરે કહ્યું કે પુલવામામાં લાટુમોડમાં થયેલા હુમલા બાદ બે કાફલાને ત્યાંથી પસાર કરાયા અને આ નવાં પગલાંની પરીક્ષણ થઈ રહ્યું છે. તેને એસઓપીએસ હેઠળ તેને લાગુ કરવામાં આવશે. પુલવામામાં ભીષણ આતંકી હુમલા બાદ ગૃહપ્રધાન રાજનાથસિંહે ત્યાની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોના કાફલાને પસાર કરતી વખતે નાગરિક વાહનોની અવરજવર પણ રોકાવી જોઈએ.તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં જ્યારે પણ જવાનોનો કાફલો જે રસ્તેથી પસાર થશે ત્યાં સ્થાનિક લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાશે. સ્થાનિક લોકોએ થોડી તકલીફનો સામનો કરવો પડશે. તે માટે હું માફી માગું છું. સીઆરપીએફના પ્રમુખે કહ્યું હતું કે અમે બારીકાઈ પર નહીં જઈએ પરંતુ અમે રણનીતિ બનાવી રહ્યા છીએ.

Related posts

किसान आंदोलन : हार्दिक के बाद सिंधिया हिरासत में

aapnugujarat

હવે આઇપીએસ અધિકારીએ પ્રમોશન માટે સ્પેશિયલાઈઝેશન કરવું પડશે

aapnugujarat

વડાપ્રધાન મોદીએ લિઝ ટ્રસને બ્રિટિશ પીએમ બનવા બદલ આપ્યા અભિનંદન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1