Aapnu Gujarat
બ્લોગ

ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર કરવા, રોજ આ વસ્તુ નાખી પોતું ફેરવો

કોઈ પણ ગંદી પથારી પર ન સુવો. પથારી પર સામાન ન ફેલાયેલો પણ ક્યારેય ન રાખશો. કેમ કે બેડરૂમમાં બેડ પર પડેલા વિખરાયેલા  સામાન  રાખવાથી નકારાત્મક ઊર્જા પ્રવેશે છે.

સવારે આરતી કરતા ટાઈમે કપૂરનો ધુમાડો સમગ્ર ઘરમાં ફેરવવાથી કીડા મકોડા ઘરમાંથી દૂર થઈ જાય છે તે ઉપરાંત વાસ્તુદોષથી પણ છુટકારો અપાવે છે.

ઘરમાંથી નકારત્મક એનર્જી દૂર કરવા માટે હમેશા મીઠાવાળા પાણીથી પોતુ કરો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થવાની સાથે  કીટાણું પણ દૂર થાય છે.

ક્યારેય પણ ગંદી પથારી પર સૂવું જોઈએ નહિ. પથારી પર સામાન ન ફેલાયેલો પણ ક્યારેય ન રાખશો. કેમ કે બેડરૂમમાં બેડ પર પડેલા વિખરાયેલા  સામાન  રાખવાથી નકારાત્મક ઊર્જા પ્રવેશે છે.  આ સાથે  તમારા રૂમમાં ક્યારેય પણ ભૂલથી પણ કાચ  કે અરીસો ન લગાવશો. જો તમારે રૂમમાં અરીસો લગાવવાની વધારે  ઈચ્છા હોય તો, તેનું ધ્યાન રાખો કે તેના પર પડદો લગાવવાનું ન ભૂલશો.

રોજ સવારે  5 મિનિટ સૂર્યના કિરણ લેવાથી શરીરમાં સ્ફૂર્તિ તથા ઉર્જા આવે છે. તે ઉપરાંત તેના લીધે આખો દિવસ સ્ફૂર્તિથી ભરપૂર પસાર થાય છે. તેને કામ કરવા માટેની ઈચ્છા પણ જળવાી રહે છે.

લીમડાના પાનને ઘરમાં મૂકવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. લીમડાના પાનને સુકાવ્યા પછી સળગાવીને તેનો ધુમાડો ઘરમાં ફેલાવવાથી ઘરના કિટાણુ નષ્ટ થશે  તેમજ તેની સાથે બીજા કોઈ વાસ્તુદોષ  હશે તો તે પણ દૂર થશે.

ઘરમાં દરરોજ કુદરતી પ્રકાશ માટે યોગ્ય વ્યવસ્થા રાખવી  એ ખૂબ જ આવશ્યક છે. સરખી રીતે રોશની ન આવવાના લીધે તમારો રૂમ અંધારિયો  રહેશે. અને અંધારિયા રૂમના કારણે તેની તમારી સકારાત્મક ઊર્જા પર પણ અસર થશે.

ઠંડી હોય અથવા ગરમી સૂર્યની કિરણો હંમેશા ઘરની અંદર પ્રવેશી શકે તેનું ધ્યાન રાખો.

Related posts

અમેરિકનો પણ પ્રદૂષણના મોટા ઉત્સર્જક

aapnugujarat

Some small Gujarati Shayaris

aapnugujarat

લાગણીસભર, બુદ્ધિશાળી અને કહ્યાગરા રૉબોટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1