Aapnu Gujarat
રમતગમત

ઈન્સ્ટાગ્રામ પર છે કિંગ કોહલી, એક પોસ્ટથી આટલા લાખ કમાય છે

ઇન્ડિયન ક્રિકેટ ટીમના હાલના કેપ્ટન વિરાટ કોહલી આજના યુગના સૌથી સફળ ક્રિકેટર તરીકે ગણના થાય છે. દિલ્હીમાં જન્મ થયેલા વિરાટ કોહલી આ યુગમાં ક્રિકેટને લઈને અનેક રેકોર્ડ્સના માલિક છે, તેણે તેની કારકિર્દીમાં હમણાં સુધીમાં ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. પોતાનો 31 મો જન્મદિવસ મનાવી રહેલા વિરાટ કોહલીએ હાલ સુધીમાં 21000 થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે અને આ દરમિયાન તેણે 69 સદી પણ ફટકારી છે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ્યાં તેણે રનનો એક પહાડ બનાવ્યો છે, ત્યાં તેની રકમની વાત કરીએ તો વિરાટ કમાણીની વાતમાં પણ વિશ્વના ટોચના ખેલાડીઓની યાદીમાં છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલા વિશ્વના 100 ધનિક ખેલાડીઓની યાદીમાં વિરાટનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ યાદીમાં સામેલ થનારો તે વિશ્વનો એકમાત્ર ક્રિકેટર છે.

ફોર્બ્સના કહ્યા પ્રમાણે વિરાટ કોહલીની ટોટલ કમાણી 176 કરોડથી પણ વધુ છે. આમાં તેઓ અનેક જાહેરાતોથી 150 કરોડ રૂપિયા કમાય છે, આ સિવાય તેનો પગાર અને ઈનામથી લગભગ 28 કરોડની કમાણી કરે છે.

વિરાટ કોહલીને બીસીસીઆઈની એ  કોન્ટ્રાક્ટની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તેને વાર્ષિક રૂ. 7 કરોડ મળે છે. વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વધુ સક્રિય છે અને ફક્ત ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટથી કરોડો રૂપિયાની કમાણી પણ કરે છે.

વિરાટ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી 120,000 યુ.એસ ડૉલર લગભગ 81 લાખ રુપિયા કમાઈ લે છે.

ફોર્બ્સની યાદીમાં કહ્યા પ્રમાણે વિરાટ કોહલી ફકત ભારતીય છે અને તેની કુલ વાર્ષિક કમાણી 2 કરોડ 50 લાખ ડૉલર એટલે કે 1,735,188,893 રુપિયા છે.

Related posts

IPL સસ્પેન્ડ કરાઈ

editor

Ishant out of Tests against Australia as he will not be match-fit in time

editor

‘Really’ saying Shreyasunbelievable as captain of Delhi Capitals : Rabada

editor

Leave a Comment

UA-96247877-1