Aapnu Gujarat
ગુજરાત

છરા બતાવીને લૂંટ ચલાવતી ગેંગનો વધુ આરોપી પકડાયો

શહેરના મણિનગર, ઘોડાસર, ખોખરા સહિતના વિવિધ વિસ્તારોમાં નિર્જન કે જયાં અવરજવર ઓછી હોય તેવા સ્થળોએ એકલદોકલ આવતા જતાં લોકોને છરો બતાવી લૂંટી ચલાવતી ટોળકીના વધુ એક આરોપી સૌરભસિંગ દેવબક્ષસિંગ ઠાકુરને શહેર ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે. ત્રણ દિવસ પહેલાં જ ક્રાઇમબ્રાંચે આ ટોળકીના એક લબરમૂછિયા આરોપી શીવા ઉર્ફે ધીરૂ મરાઠીને ઝડપી લીધો હતો. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી ટોળકીના અન્ય સભ્યો અને શહેરના વિવિધ વિસ્તારોમાં ચલાવેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલવાની દિશામાં તપાસ આરંભી છે. શહેર ક્રાઇમબ્રાંચના નાયબ પોલીસ કમિશનર દીપન ભદ્રન અને મદદનીશ પોલીસ કમિશનર ડો. રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એન્ટી પ્રોપર્ટી સ્કવોડના અધિકારીઓ અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે ત્રણ દિવસ પહેલાં ઓઢવ રબારી કોલોની ચાર રસ્તા પાસેથી આરોપી શીવા ઉર્ફે ધીરુ મરાઠી કિશનભાઇ સોનવણે (ઉ.વ૨૦) (રહે.નવા બનાવેલ ઔડાના મકાનમાં, ઓઢવ ચાર માળિયા, કડિયાનાકા, ઓઢવ)ને ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછના આધારે અને મળેલી બાતમી મુજબ, ખોખરા પાસે સેવન ડે સ્કુલ પાસે હરીપુરા પરી માસ્ટરની ચાલી પાસેથી આરોપી સૌરભસિંગ દેવબક્ષસિંગ ઠાકુર(ઉ.વ.૨૧)(રહે.હરિપુરા, પરી માસ્ટરની ચાલી, ખોખરા)ને ઝડપી લીધો હતો.
આરોપીની સઘન પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, દસ બાર દિવસ પહેલાં મણિનગર ઇલાજ મેડિકલ સ્ટોરની સામે ભૈરવ ભોજનાલય ખાતે પોતાના મિત્રો સાથે જમવા બેઠા હતા ત્યારે જમવા આવેલા એક શખ્સને લાફો મારી તેની પાસેથી એચટીસી કંપનીનો મોબાઇલ ફોન લૂંટી લીધો હતો અને ત્યાંથી નાસી ગયા હતા. પોલીસે આ મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. ક્રાઇમબ્રાંચે ટોળકીના અન્ય સભ્યો અને તેમણે આચરેલા આ પ્રકારના ગુનાઓના ભેદ ઉકેલવાની દિશામાં તપાસ વેગવંતી બનાવી છે.

Related posts

છત્રાલા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

નવલખી બંદર પર ૪૮૫ મીટરની નવી જેટી બનાવાશે

editor

ઉચ્ચ અભ્યાસ માટે ૫ લાખની મદદ સરકાર આપશે : રૂપાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1