Aapnu Gujarat
રાષ્ટ્રીય

અનંતનાગમાં ભીષણ ત્રાસવાદી હુમલો : છ જવાનો શહીદ થયા

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શુક્રવારે આંતકવાદીઓએ ઘાત લગાવી દગાથી કરેલા હુમલામાં એક સબ ઇન્સ્પેકટર સહિત કુલ છ પોલીસ જવાનો શહીદ થયા છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના થાજીવાડા અચબલમાં ઘાત લગાવીને બેઠેલા આંતકવાદીઓએ છળકપટથી પોલીસદળ પર અંધાધૂંધ ફાયરીંગ કરી જબરદસ્ત હુમલો કર્યો હતો. જેમાં છ પોલીસ જવાનો શહીદ થયા હતા. જેમાં શહીદ થયેલા એસએચઓની ઓળખ સબ ઇન્સ્પેકટર ફિરોઝ તરીકે થઇ હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ આંતકવાદી હુમલા અંગે જણાવ્યું હતું કે, આંતકવાદીઓએ કરેલા આ હુમલામાં કેટલાક પોલીસ જવાનો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. જો કે, તે તમામની નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે સેનાની ટુકડીઓ પહોંચી ચૂકી છે કે જેણે આસપાસના સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યા છે. આ પહેલા પણ આંતકવાદીઓએ સુરક્ષાદળ અને પોલીસને નિશાન બનાવતા ઘણા હુમલા તાજેતરમાં જ કર્યા છે. આ અગાઉ ગુરૂવારના શ્રીનગરના હૈદરપુરા વિસ્તારમાં આંતકવાદીઓના હુમલામાં ગંભીર રીતે ઘાયલ પોલીસજવાને સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. બીજી તરફ, કુલગામ જિલ્લાના બોગંડ ગામમાં આંતકવાદીઓના હુમલામાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો. મંગળવારે પણ આંતકવાદીઓએ માત્ર ચાર કલાકમાં કાશ્મીર ખીણના અલગ-અલગ વિસ્તારોમાં એક પછી એક કુલ છ હુમલા કર્યા હતા, જેમાં ૧૩ જવાનો ઘાયલ થયા હતા. આંતકવાદીઓએ ચાર સર્વિસ રિવોલ્વર પણ લૂંટી લીધી હતી. અત્રે નોંધનીય છે કે, સુરક્ષા દળોને આજે અગાઉ એક મોટી સફળતા હાથ લાગી હતી. ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબાના કમાન્ડર અને અનેક હુમલામાં સીધી રીતે સામેલ રહેલા કુખ્યાત જુનેદ મટ્ટુ સહિત બે ત્રાસવાદીઓ ભીષણ અથડામણમાં ઠાર થઇ ગયા હતો. દક્ષિણ કાશ્મીરના વિજબહેડા વિસ્તારમાં એક ગામમાં સુરક્ષા દળોની સાથે ભીષણ અથડામણ થઇ હતી. આ અથડામણ કલાકો સુધી ચાલી હતી. સુરક્ષા દળોએ બાતમી મળ્યા બાદ સવારે આઠ વાગ્યાની આસાપાસ લશ્કરે તોયબાના કમાન્ડર મટ્ટુ અને તેના સાગરીતોને ઘેરી લીધા હતા. આખરે સેનાએ જુનેદને ઠાર મારી દીધો હતો. મટ્ટુ પર હાલમાં પાંચ લાખ રૂપિયાનુ ઇનામ રાખવામાં આવ્યુ હતુ. મટ્ટુ ઠાર કરી દેવાતા તોયબાને કાશ્મીરમાં તેની ગતિવિધીમાં મોટો ફટકો પડ્યો છે. અધિકારીઓએ કહ્યુ હતુ કે એક ઘરમાં ત્રણ ત્રાસવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ મકાનને ચારેબાજુ ઘેરી લઇને ઓપરેશન હાથ ધર્યું હતું. બે કલાક સુધી રાહ જોયા બાદ ૧૦ વાગે ઘરમાંથી પ્રથમવાર ગોળીનો અવાજ આવ્યો હતો. આ ગાળા દરમિયાન પથ્થરબાજી કરી રહેલી ટોળકી સુરક્ષા દળો ઉપર પથ્થરમારો કર્યો હતો અને તેમના ઓપરેશનને અડચણો ઉભી કરવાના પ્રયાસ કર્યા હતા. અત્રે નોંધનીય છે કે, ગયા મહિનામાં જ સુરક્ષા દળોએ હિઝબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર સબઝાર અહેમદ બટ્ટને ઠાર માર્યો હતો. સબઝાર બુરહાન વાનીની જગ્યાએ કમાન્ડર તરીકે કામ કરી રહ્યો હતો.

Related posts

Cabinet approves umbrella scheme of Modernisation of Police Forces

aapnugujarat

ભાજપના નેતાઓની અનુકૂળતા મુજબ લોકસભા ચૂંટણી યોજાઈ : મમતા

aapnugujarat

મૂર્તિ તોડવાની ઘટનાઓ પર વડાપ્રધાન મોદીએ નારાજગી વ્યક્ત કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1