Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપના નેતાઓની અનુકૂળતા મુજબ લોકસભા ચૂંટણી યોજાઈ : મમતા

તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ લોકસભા ચૂંટણીના લાંબા સમયગાળા પર સવાલો ઊભા કરતા આક્ષેપ કર્યો હતો કે ભાજપના લોકોની અનુકૂળતા મુજબ ત્રણ માસ સુધી લોકસભા ચૂંટણીની પ્રક્રિયા યોજવામાં આવી છે.
હુગલી જિલ્લામાં એક જાહેરસભાને સંબોધતા મમતાએ જણાવ્યું કે અગાઉ દેશના ઈતિહાસમાં ક્યારેય આટલા લાંબા સમય સુધી ચૂંટણી ચાલી નથી.આપણું દુર્ભાગ્ય છે કે લોકસભા ચૂંટણી બળ બળતા ઉનાળામાં યોજાઈ છે. અત્યાર ધોમધખતો તાપ છે. લોકોને આટલી ગરમીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની ફરજ પડી છે. ગત વર્ષે અમે પંચાયત ચૂંટણી માર્ચના અંતમાં પૂર્ણ કરી દીધી હતી. જ્યારે ભાજપે લોકસભા ચૂંટણી મે સુધી લંબાવી છે. લોકસભા ચૂંટણીનું આયોજન ભાજપના નેતાઓની અનુકૂળતા મુજબ કરવામાં આવ્યું છે,તેવો દાવો મમતા બેનરજીએ કર્યો હતો.મમતાએ જાહેરસભામાં વધુમાં જણાવ્યું કે, ભાજપના નેતાઓ એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રચારમાં ફરી શકે તે મુજબ સમગ્ર કાર્યક્રમ સાત તબક્કામાં યોજવામાં આવ્યો.

Related posts

रूस के सर्वोच्च नागरिक पुरस्कार से सम्मानित होंगे पीएम मोदी

aapnugujarat

સરકાર આંદામાન-નિકોબાર પરનાં ત્રણ ટાપુઓનાં નામ બદલશે

aapnugujarat

હવે સિલિન્ડર ૧૦૦ રૂપિયામાં પણ મેળવી શકાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1