Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજમાં સર્વર પ્રોબ્લેમ હોવાનાં કારણે એફ.પી.એસ. દુકાનદારોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર

કાંકરેજ તાલુકાના એસોસિયેશન ઉપ પ્રમુખ બચુજી ઠાકોર, મહામંત્રી વલ્કેશ ચૌધરી સહિત એફ.પી.એસ દુકાનદારો દ્વારા ચાર દિવસથી સર્વર બંધ થઈ ગયું હોવાથી આજે શિહોરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગત ચાર દિવસથી આધાર વેરીફીકેશનથી સસ્તા અનાજનાં દુકાનદારો મારફતે આવશ્યક ચીજ વસ્તુનું વિતરણનું કામ આધાર સર્વર બંધ હોવાથી ઠપ થઈ ગયું છે. કાર્ડધારકો એમનાં ફિગર ડીવાઈસ ઉપર મુકે છે પણ એનાં પછી આગળ વધતું નથી અને ગુજરાતભરના દુકાનદારો ગરીબ લાભાર્થીઓને તેમને મળવા પાત્ર જથ્થો વિતરણ કરી શકતાં નથી. વાત કરવામાં આવે તો કાર્ડ ધારકો ચાર ચાર દિવસથી ધક્કા ખાઇ રહ્યાં છે દુકાનદારો પાસે એનો જવાબ નથી હોતો કે હવે શું કહેવું. કાલ કાલ કરતાં ચાર દિવસ થવા આવ્યાં છે સામે દિવાળીનો તહેવાર છે કાર્ડધારકોને પણ જથ્થો લઇ મુક્ત થવું છે. ગુજરાતના દુકાનદારોને પણ જથ્થો લાભાર્થીઓને આપવો છે. કાંકરેજ દુકાનદારોએ જણાવ્યું કે આનો વ્યવહારીક ઉકેલ લાવવામાં આવે અમને ઓફલાઇન સેલ માટે કહેવામાં આવે તો પણ એનાં માટેની તપાસ ભવિષ્યમાં આવી શકે છે અને ખોટું ના કર્યું હોવા છતાં અધિકારીઓને જવાબો આપવા પડતાં હોય એ વ્યવસ્થા અમને માફક કે મંજુર નથી. અમે સરકારની નીતિ મુજબ બાયોમેટ્રિક સિસ્ટમથી જ જથ્થો આપવા માંગીએ છીએ માટે સિસ્ટમમાં સુધારો થાય એજ પ્રાથમિકતા રાખી કામ કરવામાં આવે એવી અપેક્ષા છે, સાથે સાથે આવાં સર્વર બંધ રહેવાનાં પ્રસંગે વિભાગના જવાબદાર અધિકારીના ફોન રીસીવ કરવા કે દુકાનદાર કે હોદ્દેદારોને જવાબ આપવા સુધીનું સૌજન્ય પણ ન દાખવે એ કઇ હદ સુધી યોગ્ય ગણાય વધુમાં આ બાબતે આગામી ૨૪ કલાકમાં કોઇ કાયમી નિરાકરણ નહીં આવે તો ગુજરાતના તમામ દુકાનદારો સર્વર શરૂ હશે કે બંધ સરકારની આ નીતીથી કંટાળી પોતાની દુકાનો આગામી શનિવાર અને રવિવાર વિતરણ વ્યવસ્થાથી અળગા રહી પોતાની દુકાનો બંધ રાખશે અને દિવાળીનાં સમયમાં વિતરણ વ્યવસ્થામાં કોઇ વિક્ષેપ ઉભો થશે તો તે માટે વ્યાજબી ભાવના દુકાનદારો જવાબદાર રહેશે નહીં તેવુ આવેદનપત્ર કાંકરેજ મામલદારને આપવામાં આવ્યું હતું.કાંકરેજ તાલુકાનાં તમામ દુકાનદારો ભેગા મળી આવેદન પત્ર આપ્યું હતું.
(તસવીર/અહેવાલ :- મોહંમદ ઉકાણી,બનાસકાંઠા)

Related posts

भगवान का निजमंदिर के गर्भगृह में प्रवेश और भव्य आरती हुई

aapnugujarat

દીકરી ના જન્મ પ્રસંગ ની કરી અનોખી ઉજવણી,,, બાળકોને બટુક ભોજન પીરસ્યું….

aapnugujarat

ડોક્ટરની સાથે ઠગાઈ કરનાર કોલ સેન્ટર સંચાલક ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1