Aapnu Gujarat
ગુજરાત

રાવણા રાજપૂત યુવક મંડળ યુવા સેના દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

આજે શરદ પૂર્ણિમાનાં દિવસે રાવણા રાજપુત યુવક મંડળ યુવા સેના દ્વારા સ્મશાનભૂમિમાં ભૂમિ શ્રમદાન દ્વારા સફાઈ અભિયાન રાખવામાં આવ્યું હતું. રાવણા રાજપુત સમાજની સ્મશાન ભૂમિમાં સફાઈ હાથ ધરી હતી. આ પ્રસંગે યુવક મંડળ પ્રમુખ અશોક પરમાર, ભરત ગોહિલ, નવીન ભાટી, નારણ પરમાર, કલ્પેશ ભાટી, કિશોર ચૌહાણ, સુખદેવ પરમાર, લાલભાઈ મકવાણા, મુકેશ પરમાર, પ્રતિક ભાટી, કમલેશ ભાટી, ચેતન પરમાર, પ્રકાશ પરમાર, નિતેશ પરમાર, કલ્પેશ પરમાર, અમિત રાઠોડ, પરેશ પરમાર, રાજેશ પરમાર, શૈલેષ પરમાર સહિતનાં યુવાનો હાજર રહ્યાં હતાં અને સફાઈ કામ કર્યું હતું. વડીલ તરીકે માર્ગદર્શન આપવા માટે મનુ પરમાર અને કિશોર પરમાર હાજર રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)

Related posts

સ્પા સેન્ટર માલિકનો તોડ કરનાર ચાર ઝડપાયા

aapnugujarat

પાસ કમીટીના સભ્યોની હાર્દિક સાથે બેઠક યોજાઇ : બંધારણમાં લખ્યું નથી કે, ૫૦ ટકાથી વધુ અનામત ન જ મળે

aapnugujarat

પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટરોની મિલ્કતોની હવે હરાજી કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1