Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ પૂર્વ વિસ્તારના ખેડૂતોની ભૂગર્ભ જળને પહોંચી વળવાની સરકાર પાસેની માંગણીમાં છીડા

કાંકરેજ તાલુકા પૂર્વ વિસ્તારમાં ભૂગર્ભ જળ ઉડા જતાં ખેડૂતોએ કિસાન એકતા સમિતિ કાંકરેજ તેમજ કિસાન સંઘ પાસે મદદ માંગતાં ખેડૂતો તેમજ હોદેદારો સાથે મળી સરકાર પાસે સુજલામ સુફલામ માયોનેર દ્વારા બનાસ નદીમાં નર્મદાના નીર નાંખવાની લેખિત રજુઆત કરેલ છે જયારે સરકાર તથા નર્મદા નિગમના લાગતા વળગતા અધિકારીઓના સાથ અને સહકારથી સુજલામ સૂફલામ મારફતે પાણી બનાસ નદીમાં નાંખવાનું શરૂ કરેલ છે જયારે પાટણથી ઉંબરી બનાસ નદી સુધી આવતી સુજલામ – સુફલામ કેનાલમાંથી ચારૂપ કાનોસણ ગામ પાસે વોળામાં અને ચારૂપ પાસે વોકળામાં પાણી ગેટ મેનની ગેરહાજરીમાં જઈ રહેલ છે, જો ખરેખર તપાસ કરવામાં આવે તો આ નર્મદાના અધિકારીઓ કે ત્યાં નોકરી કરતા ગેટ મેનો પોતાની મનમાની ચલાવી રહયા છે તે બહાર આવે તેવું ખેડૂતો કહી રહયા છે તેમજ બનાસ નદીમાં પાણી પુરતુ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. આ બાબતે કાંકરેજ વિસ્તારના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા આ બાબતની તપાસ કરાવે તેવી માંગ ઉઠી છે.
(અહેવાલ :- મોહંમદ ઉકાણી, બનાસકાંઠા)

Related posts

માથાવલી ગામમાં રસ્તો કાઢવા બાબતે બબાલ

aapnugujarat

ચોમાસાને લઇને કોર્પોરેશન તંત્ર એકશનમાં : કામો ઝડપી

aapnugujarat

ઘાટલોડિયાના ત્રણ યુવાન વાઘડી ગામે નદીમાં ડૂબ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1