Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર તાલુકાનાં પીપળીયા ગામમાંથી ગેરકાયદે ખનન ઝડપાયું

સાબરકાંઠા જિલ્લામાં વારંવાર ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાતી હોય છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ગાંભોઇ પાસે આવેલ પીપળીયા ગામના ડુંગરમાંથી ગેરકાયદેસર રીતે કેટલાય સમયથી ખનીજ ચોરી થઈ રહી છે. સાબરકાંઠા ખાણ અને ખનીજ વિભાગ જાણવા છતાં તંત્ર દ્વારા બાતમીને આધારે તપાસ કરતા ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી ઝડપાઈ હતી જેમાં તંત્રએ ચાર ડમ્પર અને એક હિટાચી મશીન જપ્ત કરી કુલ રૂપિયા ૪૦ લાખનો મુદ્દામાલ તંત્ર દ્વારા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ છેલ્લાં ઘણાં સમયથી ડુંગરમાં ખોદકામ કરી ખનન કરવામા આવી રહ્યું છે.
મીડિયાએ સરપંચને વાત કરતા સરપંચે હાથ અધ્ધર કરી અસંતોષકારક જવાબ આપ્યો હતો. આ ઘટનાની વધુ તપાસ ખાણ અને ખનીજ વિભાગ હિંમતનગર દ્વારા કરવામાં આવી રહી છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

વડોદરા જિલ્લા પ્રશાસને વિવિધ સંસ્થાઓના સહયોગથી બનાસકાંઠાના પૂરગ્રસ્તો માટે ફૂડ પેકેટસ મોકલ્યા

aapnugujarat

ઠંડા પવનથી મોર ખરી પડતા કેસર કેરી મોંઘી મળશે

aapnugujarat

સુરતમાં પ્રેમી યુગલે ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1