Aapnu Gujarat
ગુજરાત

બાવાગોર દરગાહ નો ચસ્મો વધાવવામાં આવ્યો : દરગાહના પહાડ પર ભવ્ય મેળો ભરાયો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ સુફી સંત હઝરત બાવાગોર દાદાની દરગાહનો ચસ્મો (પાણીનો કુંડ) વધાવવાની ધાર્મિક વિધી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે આ ચસ્મો એટલેકે પાણીનો કુંડ હઝરત બાવાગોર દાદાના સમયથી ૮૦૦ વર્ષોથી પહાડ પર આવેલ છે. દરવર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે ફુલ ધાણી અને નાળિયેરથી પરંપરાગત ચસ્મો વધાવવાની રસ્મ અદા કરવામાં આવે છે. આ પ્રસંગે હઝરત કમાલુદ્દિન બાબા વડોદરા અને અત્રેના સજ્જાદાનશીન હઝરત જાનુબાપુ ની ઉપસ્થિતિમાં દર વર્ષે ચસ્મો વધાવવાની વિધિ અદા કરવામાં આવે છે. ૨૬ સપ્ટેમ્બરના રોજ ચસ્મો વધાવવાના દિવસે ભારતભરમાંથી શ્રધ્ધાળુઓ દરગાહના દર્શનાર્થે ઉમટ્યા હતા.ચસ્મો વધાવવાના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.દરગાહના ટ્રસ્ટીઓ જાનુબાપુ ઇસ્માઇલભાઇ અને ઝાકીરભાઇ તેમજ વ્યવસ્થાપકો દાદુમિંયા જુમ્મામિંયા અબ્દુલશકુર અને યાસીનમિંયા દ્વારા સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરગાહ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ સહુનો આભાર માનવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટા ઉદેપુર)

Related posts

સચિવાલયમાં કોરોનાનો ફફડાટ

editor

સુરતમાં ભગવાન બુદ્ધની પ્રિન્ટ ધરાવતી ૧૨૦૦ સાડીઓ જપ્ત

aapnugujarat

ભ્રષ્ટાચારથી સુચારુ વહીવટની વિભાવના જાણે મજાકરૂપ બની જાય છે : હાઈકોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1