Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસમાં જ રહીશ, રાજ્યસભાની બેઠકની ઓફરની વાત અફવા : મહેન્દ્રસિંહ વાઘેલા

કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાને લઇને છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રકારના તર્કવિતર્ક ઉઠી રહ્યા છે, તેઓ કોંગ્રેસથી નારાજ હોઇ પોતાના ટેકેદાર ધારાસભ્યો સાથે મળીને પક્ષ સાથેનો છેડો ફાડશે તેવી પણ અટકળો થઇ રહી છે.જોકે પ્રદેશ ે ગઇ કાલે કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે જે ધારાસભ્યોના નામ ચર્ચામાં હતા તેવા ૧૩ ધારાસભ્યોએ ે ગઇ કાલે પક્ષ પ્રત્યેની નિષ્ઠા મીડિયા સમક્ષ જાહેર કરી હતી, પરંતુ શંકરસિંહ વાઘેલાના ધારાસભ્ય પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ગેરહાજર રહેતાં નવેસરથી અટકળો તેજ બની હતી. આ દરમિયાન ભાજપે મહેન્દ્રસિંહ વાઘેલાને રાજ્યસભાના સંસદસભ્યની બેઠક ઓફર કરી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. જોકે મહેન્દ્રસિંહ વાઘેલાએ આ ચર્ચાને માત્ર અફવા ગણાવીને ફગાવી દીધી છે અને પોતે ે ગઇ કાલે સાથે જ જોડાયેલા છે અને જોડાયેલા રહેશે તેમ જણાવીને કોંગ્રેસ પ્રત્યેની પોતાની નિષ્ઠા વ્યકત કરી હતી.મહેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગઇ કાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધારાસભ્યોની સાથે હું હાજર રહી ન શકયો તેનું કારણ મારી નારાજગી નથી, પરંતુ તે સમયે હું અમદાવાદ અને ગાંધીનગરની બહાર હતો. મેં શંકરસિંહ બાપુ અને વિધાનસભામાં પક્ષના દંડક બલવંતસિંહ રાજપૂતને ફોન કરીને અગાઉથી જાણ પણ કરી હતી. મને ભાજપ તરફથી રાજ્યસભાના સંસદસભ્યની કોઇ ઓફર આવી નથી. આ ફકત અફવા જ છે.હું ે કોંગ્રેસ સાથે જ જોડાયેલો છું અને જોડાયેલો રહીશ. હવે પછીના પક્ષના કોઇ પણ કાર્યક્રમમાં હાજર રહેવાનો પણ પ્રયત્ન કરીશ તેવી સ્પષ્ટતા પણ મહેન્દ્રસિંહ વાઘેલાએ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પત્રકાર પરિષદમાં રાઘવજી પટેલ સહિતના કેટલાક શંકરસિંહ વાઘેલા જૂથના કેટલાક સભ્યો પણ ગેરહાજર રહ્યા હતા.

Related posts

જેડીયુનો ૧૦૦ ઉમેદવારો ઉભા રાખવા માટેનો નિર્ણય

aapnugujarat

માથાસુરની બી.એચ.પટેલ સ્કૂલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

શુક્રવારે રેસીડેન્સિયલ સોલર રૂફટોપ અને બેટરી ઓપરેટેડ વ્હીકલ્સના લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી વડોદરા ખાતે સહાય / વાહન વિતરણ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1