રમજાનના પવિત્ર મહિનામાં વિશ્વભરના મુસલમાનો રોજા રાખીને દુવા માગે છે, પરંતુ પાકિસ્તાનમાં જૂદી જ પરિસ્થિતિ જોવા મળે છે. આ પરિસ્થિતિમાં કેટલાક એવા લોકો પણ જોવા મળ્યા હતા, જેમણે ખાવા માટે ભારે ધસારો કર્યો હતો. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે. પાકિસ્તાનના લાહોરમાં યોજાયેલી ઈફતાર પાર્ટીનો આ વીડિયો છે.પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના વડા બિલાવલ ભૂટ્ટોના ઘરે આ ઈફતાર પાર્ટી યોજાઈ હતી. પાકિસ્તાનમાં રમજાન મહિનામાં વિવિધ રાજકીય પક્ષો આ રીતે ઈફતાર પાર્ટીનું આયોજન કરે છે. પીપીપીના વડા બિલાવલ ભૂટ્ટોના સમર્થકો માટે આ પાર્ટી યોજાઈ હતી. જોકે થોડીક જ વારમાં પાર્ટી લૂંટમાં ફેરવાઈ ગઈ હતી.લોકો ખાવાનું લેવા માટે એકબીજા સાથે બાખડતા પણ દેખાતા હતાં. કેટલાક લોકોએ વાસણો પણ જમીન પર પાડી દીધા હતા અને નીચે પડેલું ખાવાનું લઈ ખાતા અચકાયા ન હતાં.