Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

લંડનમાં૨૭ માળની ઇમારતમાં ભીષણ આગમાં છ ભડથુ

બ્રિટનના પાટનગર લંડનના લેરિમર રોડ પર વાઇટ સિટીના ગ્રેનફેલ ટાવરમાં આજે સવારે ભીષણ આગ ફાટી નિકળી હતી. જેમાં ઓછામાં ઓછા છ લોકો બળીને ભડથુ થઇ ગયા હતા જ્યારે ૫૦થી વધુ લોકો દાઝી ગયા હતા. દાઝી ગયેલા લોકો પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે જેથી મોતનો આંકડો વધવાની દહેશત દેખાઈ રહી છે. ૫૦ લોકોને શહેરની જુદી જુદી પાંચ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઇમારતમાં આશરે ૬૦૦ લોકો રહે છે. અહીં ૧૨૦થી પણ વધારે ફ્લેટ છે. આગ બાદ મોટી સંખ્યામાં લોકો અટવાઇ પડ્યા હતા. ૨૭ માળની આ ઇમારતમાં આગ લાગી ત્યારે મોટી સંખ્યામાં લોકો હતા. આ ઇમારતમાં કુલ ૧૨૦ ફ્લેટ આવેલા છે. આગ એટલી ભીષણ હતી કે આગ પર કાબુ મેળવી લેવા માટે આસપાસના તમામ વિસ્તારોમાંથી ફાયર ફાઇટરને બોલાવવામાં આવ્યા હતા. ૨૦૦ ફાયર ફાઇટર ગાડી ઘટનાસ્થળે પહોંચીહતી.
સેંકડોની સંખ્યામાં કર્મચારીઓ આગ પર કાબુ મેળવી લેવા માટે પહોંચ્યા હતા. મેટ્રોપોલિટન પોલીસના કહેવા મુજબ હાલમાં તમામ લોકોને ઇમારતમાંથી બહાર કાઢવાનુ કામ જારી છે. આગના કારણે કેટલાક લોકો ગંભીરરીતે દાજી ગયા હતા. દાજી ગયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે. સ્થાનિક મિડિયા હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે આગ ફેલાઇ જવાના કારણે લોકોમાં બુમાબુમ મચી ગઇ હતી. વહેલી પરોઢે આગ લાગી હતી. બ્રિટનમાં હાલમાં એક પછી એક મોટી ઘટના બની રહી છે. હાલમાં બે ત્રાસવાદી હુમલા થઇ ગયા છે જે પૈકી એક માન્ચેસ્ટરમાં અને અન્ય લંડનમાં બે વખત હુમલો કરવામાં આવ્યો હતો. પહેલાથી જ બ્રિટન હાઇ એલર્ટ પર છે. કોઇ હુમલો કરાયો છે કે કેમ તેની ચર્ચા પણ શરૂઆતમાં રહી હતી. આગના કારણને લઇને તપાસ હાથ ધરવામાં આવી છે. હજુ સુધી કોઇ વાત તંત્ર દ્વારા કરવામાં આવી નથી.

Related posts

एच-१बी वीजा पर ट्रंप प्रशासन के आंकडे गलत : थिंक टैंक

aapnugujarat

ઉત્તર કોરિયાએ મિસાઇલોને દાગવા નાનકડા પરમાણુ હથિયાર બનાવ્યા

editor

નવેમ્બરમાં આર્જેન્ટિનામાં મોદી-જિનપિંગની મુલાકાત થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1