Aapnu Gujarat
ગુજરાત

નમામી દેવી નર્મદે મહોત્સવની બોડેલી તાલુકામાં ઉજવણી કરાઈ

ગઈકાલે નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટીએ ૧૩૮.૬૮મીટરે પહોંચ્યો હતો અને દેશના વડાપ્રધાન મોદીએ પણ ૭૦માં વર્ષે પ્રવેશ કર્યો હતો. વડાપ્રધાન મોદીના જન્મદિવસને ગુજરાતભર માં નમામી દેવી નર્મદે મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેને લઈબોડેલી તાલુકા પંચાયત દ્વારા તાલુકાની જિલ્લા પંચાયતની તમામ બેઠકોના ગામોમાં આ મહોત્સવની ભારે ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉત્સવ અંતર્ગત બોડેલી તાલુકા પંચાયતના તમામ સ્ટાફ જોડાયો હતો. ઠેર ઠેર પ્લાસ્ટીકનો ઉપયોગ કરવો નહીં, સ્વચ્છતા જાળવવાના બેનરો સાથે રેલીઓ યોજીને લોકોને સંદેશો પહોંચાડ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત બોડેલી પ્રાંત દ્વારા તેમજ મામલતદાર સ્ટાફ સહિત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્યને લાગતા કાર્યક્રમો યોજાયા હતાં. તેમજ ભાજપાના પ્રતિનિધિઓ દ્વારા તેમજ અધિકારી ગણ દ્વારા સ્વચ્છતા જાળવવાના અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાના પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ નહીં કરવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમને લઈને તાલુકામાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો તેમજ બોડેલી તાલુકા પંચાયતના સ્ટાફે સુંદર કામગીરી બજાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજના કાર્યક્રમમાં કાપડની થેલીઓ તેમજ મચ્છરદાનીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

દિયોદરના ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર સોંપ્યુ

aapnugujarat

અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા કપડાં વિતરણ કરાયા

editor

સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પત્રો લઈ આપવાની વાતથી ચેતજો, 100 વિદ્યાર્થી સાથે છેતરપિંડી, ક્રાઈમ બ્રાન્ચના દરોડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1