Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરના મહાવીરનગર સ્થિત હરિઓમ સોસાયટીના ગણેશજીનું ધામધૂમપૂર્વક વિસર્જન કરાયું

હિંમતનગરના મહાવીરનગર સ્થિત શ્રી સિદ્ધિ વિનાયક મંદિર હરિઓમ સોસાયટી ખાતે ૨૬માં ગણપતિ મહોત્સવમાં ગણપતિ દાદાની સમૂહ આરતી કરી દાદાની વિસર્જન શોભાયાત્રા વાજતે-ગાજતે બેન્ડવાજા સહિત નીકળેલ હતી. દાદાની ઇકો ફ્રેન્ડલીની મૂર્તિનું વિસર્જન રાજપુર હાથમતી નદી માં કરવામાં આવેલ. સમગ્ર પંથકમાં ‘ગણપતિ બાપ્પા મોરિયા ઘીમાં લાડુ ચોરિયા ના’ નાદથી ગુંજી ઉઠ્યો હતો. ગણેશ મહોત્સવ દરમ્યાન હાસ્ય દરબાર, ભજન ડાયરો, સંતવાણી, ડાન્સ પ્રતિભા શોધ, ગરબા વેશભૂષા તથા ભજન સંધ્યા જેવા કાર્યક્રમનું રોજ આયોજન કરવામાં આવેલ હતું અને આ બધાં જ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગણેશ મંડળના પ્રમુખ બ્રિજેશ પટેલ, હિતેશ પટેલ, બાબુભાઈ પટેલ, ભરત સુખડિયા, નૈતિક, કિશન, દક્ષ, હિતેશકુમાર, રાજુ, ભવાન, પ્રિયાંક, ઉમેશ, રાજ ,વિનોદ, હિરેન તથા આસપાસના રહેતા તમામ ભાઈઓ બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને ખુબ જ સફળ બનાવવામાં આવેલ હતો.
આ વખતે ખાસ સરકારના અભિગમના વિચારોને સહેમત થઇ દર વર્ષે ઇકો ફ્રેન્ડલીની મૂર્તિ લાવવાનો નિર્ણય મંડળ દ્વારા લેવામાં આવ્યો હતો. મંડળ દ્વારા લાવેલ આ વખતે દાદાની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ જોઈને સમગ્ર ભક્તો દ્વારા ખુબ જ સુંદર મૂર્તિ છે કહીને નિર્ણયને સમર્થન આપ્યું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

શાહ, માથુર અને મોદી : ગુજરાતની ૨૬ બેઠકોના નામ લગભગ તૈયાર, મોદી મારશે અંતિમ મ્હોર

aapnugujarat

ભાવનગરની 25 આંગણવાડીના કાર્યકરોને મોન્ટેસરી તાલીમ અને ચાર્ટનું વિતરણ

editor

ગુજરાતમાં ભાજપનું પેજ સમિતિનું કાર્ય ૮૪ ટકા પૂર્ણ થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1