Aapnu Gujarat
શિક્ષણ

સમસ્ત નાગોરી લુહાર સમાજનાં તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

શૈક્ષણિક સ્તરને ઉંચુ લાવવા, સમાજમાં જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી સમસ્ત નાગોરી લુહાર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ ૭ થી ૧૨ના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા અમદાવાદના નરોત્તમ ઝવેરી હૉલ ખાતે યોજાયેલા સન્માન સમારંભમાં મેયર બીજલબેન પટેલના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે મેયર બીજલબેન પટેલે જણાવ્યું હતું કે, સમાજ દીકરીઓને આગળ લઈ જવા માટે શિક્ષણને લગતા કાર્યક્રમો યોજવા જોઈએ. સમાજની લાડકવાયી દીકરીઓને ભણાવવા માટે બનતી તમામ મદદ – સહાય માટે અમે તૈયાર છીએ. બીજલબેને નેલ્સન મંડેલાના વકતવ્યને ટાંકતા કહ્યું હતું કે, વિશ્વને બદલવા માટે શિક્ષણ એક હથિયાર છે.આ પ્રસંગે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, શિક્ષાને લગતો પ્રથમ કાર્યક્રમ નાગોરી સમાજ દ્વારા યોજવામાં આવેલ છે તે માટે ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને તેમજ સમાજને આગળ લઈ જવાના કાર્યક્રમના આયોજકો અને આગેવાનોને શુભેચ્છા પાઠવું છું.


(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

कर्नाटक में 1 अक्टूबर से खुलेंगे कॉलेज

editor

જીઆઈએસ ટ્રેન્ડ સેટરમાં સ્ટાર્ટઅપ પ્રોજેક્ટો ઝળક્યા

aapnugujarat

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ

editor

Leave a Comment

UA-96247877-1